ઉમદા કામગીરી: ડો. કિંજલ નાયક દરરોજ 100 લોકોને કોરોના વેક્સિન આપે છે, અઢી મહિનાથી કોઇ પણ રજા લીધા વગર 1630 લોકોને આપી વેક્સિન

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Dr. Kinjal Nayak Gives Corona Vaccine To 100 People Every Day, Giving Vaccine To 1630 People Without Taking Any Leave For Two And Half Months

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદના રેટીંયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવે છે

દાહોદના રેટીંયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવતા ડો. કિંજલ નાયકે અત્યાર સુધીમાં કુલ 1630 લોકોને કોરોનાની વેક્સિન આપી છે. તેઓ રોજના સરેરાશ 100 લોકોને પોતાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેક્સિન આપે છે. તેઓ ગત અઢી મહિનાથી કોઇ પણ જાતની જાહેર રજાઓ એટલે કે શનિવાર કે રવિવાર કે અન્ય કોઇ પણ તહેવારની રજા લીધા વિના (મહાશિવરાત્રીની રજાને બાદ કરતા) સતત કામગીરી કરી રહ્યાં છે.

નાગરિકોને કોરોના સામે વેક્સિનનું કવચ આપવા તેઓ અથાક જહેમત કરી રહ્યાં છે. ત્યારે સામે પક્ષે એ પણ જરૂરી છે કે નાગરિકો પણ વેક્સિન લેવા સ્વયંભૂ પહેલ કરે. દાહોદના રેટીંયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવતા ડો. કિંજલ નાયકે અત્યાર સુધીમાં કુલ 1630 લોકોને કોરોનાની વેક્સિન આપી છે. તેઓ રોજના સરેરાશ 100 લોકોને પોતાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેક્સિન આપે છે.

ફ્રન્ટલાઇન કોરોના વોરિર્યસ તરીકે તેમણે વેક્સિનનાં બંને ડોઝ લીધા છે. તેઓ જણાવે છે કે, આ વેક્સિનના મેં બંને ડોઝ લીધા છે. તેની કોઇ આડઅસર જણાઇ નથી. હું જાહેર જનતાને અપીલ કરૂં છું કે, તેઓ કોરોના વેક્સિનના બંને ડોઝ સત્વરે લઇ લે. કોઇ પણ જાતના ભય કે અફવાઓથી દૂર રહેવું. અત્યારે સરકાર દ્વારા 45 કે તેથી વધુ ઉંમરના તમામ નાગરિકોને વેક્સિન આપવામાં આવી રહી છે. માટે આ ઉંમરના તમામ નાગરિકો સરકાર દ્વારા અપાતી વેક્સિનનો અવશ્ય લાભ લે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: