ઉધાવળામાં ધાકધમકી આપી 36 હજારના દાગીનાની લૂંટ
- ટોકરવાના ગજેન્દ્ર સહિત છ સામે ફરિયાદ નોંધાવી
દિવ્ય ભાસ્કર
Aug 15, 2020, 04:00 AM IST
દાહોદ. ઉધાવળા ગામના નરવતભાઇ ધીરાભાઇ પટેલના પરિવારના સભ્યો ગતરાતે ઘરમાં નિંદ્રા માણી રહ્યા હતા. ત્યારે રાત્રીના 12.30 વાગ્યાના અરસામાં 25 થી 35 વર્ષની ઉંમરના હાફ પેન્ટ બનીયાન તથા માસ્ક પહેરેલ પાંચ જેટલા ઇસમો મારક હથિયારો લાકડાના ડંડા તથા પાળીયા દારડતા સાથે લૂંટના ઇરાદે નરવતભાઇના ઘરમાં ઘુસી તેમના છોકરાના રૂમમાં મુકી રાખેલી તીજોરીના દરવાજાનું લોક તોડી અંદર ખાનામા મુકી રાખેલા ચાંદીનું કડુ નંગ-1 આશરે કિં.10,000, સોસાની વીટી નંગ-1 કિંમત 6,000, સોનાનો દોરો દોઢ તોલાનો આશરે કિંમત 20,000, મળી કુલ 36,000ના દાગીનાની લૂંટ કરી હતી. તોજોરી તોડવાનો અવાજ થતાં નરવતભાઇ જાગી જતાં ત્યારે ત્રણ ચોરો તેમની તરફ આવતાં ત્રણે સાથે ઝપાઝપી થતાં અને બેને બે હાથમાં દબાવી દીધા હતા. જેમાં છુટવા પ્રયાસ કરતાં એકના મોઢા પરથી માસ્કર નીકળી જતાં તે ટોકરવાના ગજેન્દ્ર કિશોરને ઓળખી જતાં નરવતભાઇએ તેને તુ મારા ઘરે ચોરી કરવા કેમ આવ્યો તેમ કહેતા તુ મારી પત્નીને કેમ મારા ઘરે આવવા દેતો નથી. આ દરમિયાન ગજેન્દ્રની સાથેના બે જણા હાથમા દંડા લઇને દોડી આવી દરવાજો ખોલી ઉભો થઇ ગયો હતો અને બીજા બે માણસોએ પગમાં તથા ડાબા હાથે માથામાં ડંડો મારતાં નરવતભાઇ ચક્કર ખાઇ નીચે ઢળી પડતા ચોર લૂંટારીઓ ભાગી ગયા હતા. આ સંદર્ભે નંરવતભાઇ પટેલે ટોકરવાના ગામના ગજેન્દ્ર કિશોર તથા તેની સાથે બીજા પાંચ જેટલા ઇસમો વિરૂદ્ધ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed