ઉદ્ઘાટન: દાહોદ ખાતે Rtpcr ટેસ્ટની લેબનો શુભારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ કલેક્ટરે કોરોના ટેસ્ટની લેબોરેટરી તથા એનાટોમી મ્યુઝિયમનું ઉદ્દઘાટન કર્યું હતું.

  • હવેથી કોરોનાગ્રસ્ત દર્દીઓના ટેસ્ટનું પરિણામ એ જ દિવસે મળી જશે
  • દાહોદ કલેક્ટર દ્વારા ઝાયડસ કોલેજમાં એનાટોમી મ્યુઝિયમનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું

દાહોદના નીમનળિયા ખાતે ઝાયડસ મેડિકલ કોલેજ પરિસરમાં આર.ટી.પી.સી.આર. ટેસ્ટની લેબોરેટરીનું ઉદ્દઘાટન દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડીના હસ્તે યોજવામાં આવ્યું હતું. અત્યાર સુધી દાહોદ જિલ્લામાંથી આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કાજેના સ્વેબ વડોદરા મોકલવામાં આવતા હતા. જેને લઈને ત્યાંથી તેનો રિપોર્ટ આવતા આશરે 48 કલાક જેવો સમય થતો હતો. અને આ સમયગાળા દરમ્યાન જે તે સંક્રમિતો દ્વારા શહેરમાં અન્ય લોકો સુધી કોરોનાનો ફેલાવો થતો હતો. જેથી દાહોદ બેઠા જ કોરોનાનો આ રિપોર્ટ, સેમ્પલ લેવાય તે જ દિવસે થઈ શકે તે માટેની અદ્યતન સુવિધાઓ ધરાવતી Rtpcr લેબોરેટરીનું ઉદ્દઘાટન દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડીના હસ્તે થયું હતું.

આ પ્રસંગે ઝાયડસના દિન ડો. સી.બી. ત્રિપાઠી, ઝાયડસ ગ્રુપના જે.બી.ગોર, સી.ઓ.ઓ. ડૉ. સંજયકુમાર, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર.ડી.પહાડીયા ‌સહિત સુપ્રિટેન્ડટ, મેડિકલ કોલેજ તથા હોસ્પિટલના અગ્રણીઓ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ સાથે કલેકટરના હસ્તે આ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓ કાજે એનાટોમી (શરીરશાસ્ત્ર)ના મ્યુઝિયમનું ઉદ્દઘાટન પણ યોજવામાં આવ્યું હતું.






Related News

Comments are Closed

%d bloggers like this: