ઉત્કૃષ્ટ કામગીરી: દાહોદમાં ચાલુ ટ્રેને ઉતરવા જતાં લપસેલા મુસાફરનો RPFની સજાગતાથી જીવ બચ્યો
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદ શહેરના રેલવે સ્ટેશને રાતના સમયે સુપરફાસ્ટ ટ્રેનમાંથી ઉતરતી વેળાએ મુસાફરે સમતુલન ગુમાવ્યુ હતું. પગથિયે લટકતો મુસાફર ટ્રેન નીચે સરકે તે પહેલાં તૈનાત આરપીએફની સતર્કતાથી મુસાફરનો જીવ બચી ગયો હતો. દાહોદ રેલવે સ્ટેશને 012925 બાંદ્રાથી અમૃતસર જતી પશ્ચિમ એક્સપ્રેસ કોવીડ સ્પેશલ ટ્રેન રાતના આઠ વાગ્યાના સુમારે દાહોદ રેલવે સ્ટેશન પર આવી હતી. ટ્રેન ચાલી પડ્યા બાદ સ્લીપર કોચમાંથી ઉતરતી વેળાએ એક મુસાફરે પોતાનું સમતુલન ગુમાવ્યુ હતું. મુસાફર ટ્રેનનો સળિયો પકડીને પગથિયા ઉપર લટકી રહ્યો હતો.
આ વખતે પ્લેટફોર્મ પર ફરજ તૈનાત બાબુભાઇ નામે આરપીએફ જવાને જોઇને મુસાફર ટ્રેનમાં નીચે સરકી જાય તે પહેલાં જ તેને પકડી લીધો હતો. આરપીએફ જવાન મુસાફરને પકડીને થોડે દુર દોડ્યો હતો. જોકે, પકડ ઢીલી થતાં મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે સરકી ગયો હતો. પરંતુ સદભાગ્યે બૂમાબૂમ થતાં ટ્રેન થોભાવી દેવાઇ હતી. મુસાફરને ટ્રેનની નીચે સરકવા ન દેવાતા સામાન્ય ઇજાઓ બાદ તેનો જીવ બચી ગયો હતો. આરપીએફ સ્ટાફ સહિત ઉપસ્થિત મુસાફરોએ આરપીએફ જવાનની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed