ઉઠાંતરી: ઝાલોદ અને ગરબાડા તાલુકામાંથી સાગમટે ત્રણ બાઈક ચોરાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ9 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પીપલોદમા તરખાટ મચાવયા બાદ ટોળકી અન્ય વિસ્તારમા સક્રિય થઈ હોવાની સંભાવના

દાહોદ જિલ્લાના ગરબાડા અને ઝાલોદ તાલુકામાંથી કુલ 03 મોરસાઈકલોની ઉઠાંતરી થતાં જાણે દેવગઢ બારીઆના પીપલોદ બાદ મોટરસાઈકલ ચોર ટોળકી હવે દાહોજ જિલ્લાના બીજા વિસ્તારોમાં પણ સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા આવા વાહન ચોર ટોળકીને તાત્કાલિક ઝબ્બે કરવામાં આવે તેવી લાગણી અને માંગણી વાહન માલિકોમાં ઉઠવા પામી છે.

મોટરસાઈકલ ચોરીનો પ્રથમ બનાવ ગરબાડા નગરના તળાવ પાસે બનવા પામ્યો હતો જેમાં ગત 2 માર્ચના રોજ ગરબાડા તળાવ પાસે રહેતા હરીશભાઈ કેશવલાલ પંચાલે પોતાની મોટરસાઈકલ પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે હરીશભાઈ પંચાલે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મોટરસાઈકલ ચોરીનો બીજો બનાવ ઝાલોદ તાલુકાના નવાધરા ગામે ડુંગરી ફળિયામાં બનવા પામ્યો હતો જેમાં આ વિસ્તારમાં રહેતા સુહાગકુમાર હિંમતસિંહ પરમાર અને વિજયકુમાર ભુપતસિંહ સોલંકીની પોતપોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરેલ મોટરસાઈકલને પણ કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંદે સુહાગકુમાર હિંમતસિંહ પરમારે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: