ઉજવણી: દાહોદમાં વિશ્વકર્મા જયંતિની ઉજવણી, શોભાયાત્રામાં રાસ-ગરબાની રમઝટ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ33 મિનિટ પહેલા
- કૉપી લિંક

- કોવિડ – 19ની ગાઈડલાઈન હેઠળ ભવ્ય શોભાયાત્રા પણ નીકળી
પંચાલ સમાજ નવયુવક મંડળ દ્વારા આજરોજ વિશ્વ કર્મચા જયંતિ મહોત્સવની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ જયંતિની ઉજવણી સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ સાથે કોવિડ – 19ની ગાઈડલાઈન હેઠળ ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી. આ શોભાયાત્રામાં ખાસ મહિલા મંડળ દ્વારા રાસ ગરબાની રમઝટ આકર્ષણું કેન્દ્ર બની હતી.
આજરોજ મહાસુદ તેરસને ગુરૂવારને તારીખ 25 ફેબ્રુઆરીના રોજ દર વર્ષની માફક આ વર્ષે પણ દાહોદના પંચાલ નવયુવક મંડળ દ્વારા શ્રી વિશ્વકર્મચા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શ્રી વિશ્વકર્મા મંદિર, ચેતના સોસાયટી, દાહોદ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં શ્રી વિશ્વકર્મા ભગવાનનો કેશર દુધથીથી અભિષેક સવારે 5.15 કલાકે કરવામાં આવ્યો હતો ત્યાર બાદ ભગવાનનું પુજન સવારે 8.15 કલાક બાદ સવારે 10.30 કલાકે નીજ મંદિરેથી શ્રી વિશ્વકર્મા ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં સમાજના આગેવાનો સહિત, મહિલા, બાળકો, વયોવૃધ્ધો લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. હાલ કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી સમાજ દ્વારા આ શોભાયાત્રા સહિત તમામ કાર્યક્રમો સરકારની ગાઈડલાઈનના નિયમો પ્રમાણે રાખી ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું.
આ વખતે શોભાયાત્રા ટુંક સમયમાં પુરી કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ખાસ સમાજની મહિલાઓ રાસ ગરબાની રમઝટ બોલાવી આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું. આ બાદ શોભાયાત્રા પુનઃ નિર્ધારિત સ્થળે પહોંચી હતી. પ્રાસંગિક પ્રવચન, ધરારોહણ, થાળ તથા મહાઆરતી બાદ બપોરે 1 વાગ્યે નીજ મંદિરે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહોત્સવમાં ઘણા વિદ્યાર્થીઓને ઉસ્કૃષ્ઠ પરિણામ બદલ પ્રમાણપત્રો આપવામાં આવ્યાં હતાં. વયોવૃધ્ધ સહિત લોકોને સમાજ તરફથી સન્માતિ કરવામાં આવ્યા હતાં. નગરપાલિકાના કાઉન્સીલર જે બીન હરીફ ચુંટાઈ આવ્યા હતાં તેઓન પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં. હાલ ઓલ ઈન્ડિયા જર્નાલિસ્ટ એસોશીએશન ગુજરાત પ્રદેશ ઉમુખ તરીકે નિમણુંક પામેલ વિનોદ પંચાલને પણ સન્માતિ કરવામાં આવ્યાં હતાં. આમ, આ પંચાલ સમાજ દ્વારા આયોજીત વિશ્વકર્મા જયંતિ મહોત્સવ ધામધુમ પુર્વક ઉજવાયો હતો.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed