ઉજવણી ફિક્કી: કોરોના સંક્રમણથી દાહોદમાં દીપોત્સવની ઉજવણી ફિક્કી, રૂબરૂ મળવાને બદલે લોકોએ બે હાથ જોડી શુભેચ્છાઓ પાઠવી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદ ખાતે આ વર્ષે કોરોનાના ભયને લઈને દીપોત્સવની નહિંવત્ પ્રમાણમાં ઉજવણી થવા પામી હતી.સામાન્ય રીતે દાહોદના એમ.જી.રોડ અને સ્ટેશન રોડ ઉપર હકડેઠઠ માનવમેદની ઉભરાતી હોય તેવા ધનતેરસથી નવા વર્ષ સુધીના દિવસો દરમિયાન આ વર્ષે યુવાવર્ગ સિવાયના દાહોદવાસીઓએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. શહેરના સ્ટેશન રોડ ખાતે સાંજથી મોડી રાત સુધી મોટી સંખ્યામાં યુવાવર્ગ ટોળે વળતા પોલીસ તંત્ર દ્વારા તેમને વારંવાર ભગાવવામાં પણ આવ્યા હતા.
જો કે તે સિવાયના દાહોદવાસીઓએ દાહોદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધતી હોઈ તકેદારી દાખવીને પોતાના ઘરે જ દીપોત્સવી ઉજવણી કરવાનું મુનાસિબ સમજ્યું હતું. ગાયગોહરીના ક્યાંક ક્યાંક નાના પાયે થયેલા આયોજનો સિવાય આતશબાજી, મિત્ર વર્તુળના મેળાવડા, હોટલોમાં જમવાના વગેરે જાહેર ઉજવણીના આયોજન પણ જડબેસલાક બંધ રાખ્યા હતા.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed