ઉજવણી: પંચમહાલ- મહિસાગર – દાહોદ- જિલ્લો દિવાળીમય બન્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
દિવાળી ટાણે દાહોદના બજારમાં ગાયગોહરીના સુશોભનની હાટડીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી
- દિવાળીના પર્વે જિલ્લામાં ઠેકઠેકાણે ચક્કાજામના દ્રશ્યો સર્જાયા
- કલાપ્રિય દાહોદવાસીઓ દ્વારા આંગણાં પરંપરાગત રીતે રંગોળીઓથી સુશોભન થયા
લાંબા સમયથી ચાલતી કોરોનાજન્ય મંદી બાદ છેલ્લા ત્રણ દિવસથી દાહોદના બજારોમાં ઘરાકી નીકળતા વેપારી આલમમાં હર્ષોલ્લાસ છવાયો છે. હિન્દુ પંચાંગ અનુસાર શુક્રવારે ધનતેરસ બાદ સાંજના સમયથી જ કાળીચૌદશનો પ્રારંભ થયો હોઈ શનિવારે બપોર બાદ દીપાવલીનો પ્રારંભ થયો હતો. આ વખતે કોરોનાના લીધે લોકોએ દર વર્ષની માફક ટોળે મળી એકમેકને ગળે મળવા અથવા તો હાથ મિલાવવા બદલે સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા તો બે હાથ જોડી દીપાવલીની શુભકામનાઓ પાઠવતા નજરે ચડયા હતા.
દિવાળીના પર્વને અનુલક્ષીને ગોધરાની સોસાયટીમાં લોકોએ પોતાના મકાનને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યા છે
દાહોદના અનેક વેપારીઓએ ધનતેરસના સપરમા પર્વે સરકારી એપ્રિલથી માર્ચના સરકારી વર્ષને ન ગણકારતા ચોપડા પૂજનની પરંપરા જીવંત રાખતા હોઈ તે નિમિત્તે ચોપડા ખરીદવાનું કાર્ય પણ મુહુર્ત મુજબ અનેક વેપારીઓએ સંપન્ન કર્યું હતું. પડાવ વિસ્તાર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા મોઢ વણિકો દ્વારા માંડલિયા કે ચાંદલીયાની પરંપરા પણ શ્રદ્ધાપૂર્વક નિભાવાઈ હતી. છેલ્લા એક સપ્તાહથી દાહોદ સ્થિત દશાનીમા વણિક સમાજમાં સંક્રમણ વધુ જોવા મળતા વણિકોએ દિવાળીની ઉજવણી ઉપર બ્રેક મારી છે. દેસાઈવાડ અને ગુજરાતીવાડની વૈષ્ણવ હવેલીઓમાં પણ આ વખતે નહિંવત્ સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટે છે. જેને લઈને આ મહાપર્વે ખાસ કરીને સાંજના સમયે ભારે સન્નાટો જોવા મળે છે.
દીપોત્સવની ઉજવણી કરવા બદલે ઘરે જ કલાત્મક રીતે સરસ મજાની રંગોળી ભરી સંતોષ માન્યો હતો
શહેરના મીઠાઈ વિક્રેતાઓને ત્યાં પણ દિવાળીના દિવસે પરંપરાગત રીતે મીઠું કરવા માટે મીઠાઈ ખરીદવા લોકોની ભીડ ઉમટી હતી. આ વર્ષે ફટાકડા બજારમાં ભારે મંદી નોંધાઈ છે. જોકે શુક્રવારે રાતના અને દિવાળીના દિવસે શનિવારે વહેલી સવારે શહેરમાં ઠેકઠેકાણે ફટાકડાના ધુમધડાકા સાંભળવા મળ્યા હતા.
દાહોદમાં અન્નકૂટ- ગોવર્ધનપૂજાના દર્શન યોજાશે
દાહોદ. હિંદુ પંચાંગો અનુસાર આ વર્ષે કાળીચૌદશથી લઈ ભાઈબીજના મુહૂર્ત સંદર્ભે દાહોદવાસીઓમાં ભારે અસમંજસતા પ્રવર્તી રહી છે. ત્યારે દાહોદના વિદ્વાન શાસ્ત્રીજી નલીનભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે ભારતીય કેલેન્ડર મુજબ ગતિપળ મુજબ તિથિ બદલાતી હોય છે. સામાજિક રીતે ભલે અંગ્રેજી કેલેન્ડર મુજબ વર્ષ ચાલતું હોય પરંતુ, ધાર્મિક વિધિવિધાનો તો ભારતીય પંચાંગ અનુસાર જ ઉજવાતા હોય છે. આ વર્ષે શુક્રવારે 13 તારીખે દિવસભર ધનતેરસ હતી પરંતુ શુક્રવારે જ સાંજ બાદ તે કાળીચૌદશમાં પરિવર્તિત થવા પામી હતી. શનિવારે બપોર બાદ કાળીચૌદશની સમાપ્તિ સાથે દિવાળીનો આરંભ થયો હતો. સામાજિક રીતે રવિવારે પડતર દિવસ તરીકે ઉજવાશે. અને સોમવારે બેસતું વર્ષ ગણાશે. પરંતુ, મંગળવારે બીજનો ક્ષય હોઈ મંગળવારે ત્રીજ ગણાશે એટલે ભાઈબીજનું પર્વ સોમવારે બપોર બાદ ઉજવાશે. અને સોમવારે ભાઈબીજ ગણાવાની હોઈ ભાઈબીજે અન્નકૂટ કે ગોવર્ધનપૂજા ન થઈ શકે એટલા માટે દેસાઈવાડ તથા ગુજરાતીવાડની વૈષ્ણવ હવેલીઓમાં આજે રવિવારે જ બેસતું વર્ષ ઉજવાશે. અને રવિવારે જ અન્નકૂટ તથા ગોવર્ધનપૂજાના દર્શન યોજાશે.
ભગવાનને અન્નકૂટ ધરાવાશે : આજે પડતર દિવસ
ગોધરા. દિવાળી પર્વની ઉજવણી આસો સુદ એકાદશીથી લાભપાંચમ સુધી કરવામાં આવે છે. ત્યારે ધનતેરશ, કાળીચૌદશ અને દિવાળી તેમજ ગુજરાતીઓના નવા વર્ષની પણ આ પર્વ દરમિયાન ઉત્સાહપૂર્વક લોકો ઉજવણી કરે છે. અને નવા વર્ષના દિવસે ભગવાનને અન્નકુટ ધરાવવામાં આવે છે. જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. પર|તુ આ વર્ષે કોરોનાની મહામારીને કારણે મંદિરોમાં ભક્તોના પ્રવેશ માટે સરકાર દ્વારા કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવાનું જણાવામાં આવ્યુ છે. આ વર્ષે દિવાળીના તહેવારોમાં તીથીની અસમંજસને કારણે એક જ દિવસે બે બે તહેવારોની ઉજવણી કરવામાં આવી જેને લઇને આજે પડતર દિવસ હોવાથી મંદીરોમાં ભગવાનને અન્નકુટ ધરાવવામાં આવશે. જેમા ભગવાનને જાતજાતના વ્યંજનોના ભોગ ધરાવવામાં આવશે. વધુ ઉંમર ધરાવાતા ભક્તો કોરોનાના સંક્રમણનો ભોગ ન બને તે માટે કેટલાક મંદિરોમાં ઓન લાઇન અન્નકુટ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. તથા શનિવારે દિવાળીના દિવસે મોડી સાંજે સ્વામિનારાયણ મંદીર દ્વારા ઓન લાઇન ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed