ઉજવણી: પંચમહાલ જિ.માં સાદગી-ભક્તિભાવપૂર્વક વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા/દાહોદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ગોધરા, હાલોલ, કાલોલ સહિત અન્ય મંદિરોમાં પૂજા અર્ચના કરાઇ

પંચમહાલ જિલ્લામાં ભક્તિ ભાવપૂર્વક મહાસુદ 13 અેટલે સૃષ્ટિના રચયિતા ભગવાન વિશ્વકર્માનો જન્મ દિવસ અા દિવસે વિશ્વકર્મા વંશજના સમાજો દ્વારા વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા, હાલોલ સહિ‌તના વિસ્તારોમાં મહાઆરતી, હવનયજ્ઞ, સહિ‌તના ધાર્મિ‌ક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ જોડાયા હતા. સૃષ્ટિના રચયિતા વિશ્વકર્મા જયંતીના પવિત્ર અવસરે પંચમહાલ જિલ્લાના અનુયાયી વર્ગમાં ભારે ઉત્સાહનો માહોલ વ્યાપ્યો હતો. ગુરૂવારે વિશ્વકર્માના વંશજના સુથાર, પંચાલ, કડીયા સહિ‌તના સમાજ દ્વારા મંદિરોમાં દિનભર વિવિધ ધાર્મિ‌ક કાર્યક્રમનું આયોજન કરાતા મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

કોરોનાની મહામારીના કારણે શોભાયાત્ર તથા ભંડારાનું અાયોજન કરવામાં અાવ્યુ ન હતુ. ગોધરા વિશ્વકર્મા મંદિરમાં સવારે કેસરસ્નાન, મહાઆરતી, મહાયજ્ઞ સહીતના ધાર્મીક કાર્યક્રમ યોજાયા હતા. જ્યારે હાલોલ પંચાલ સમાજ દ્વારા શ્રી વિશ્વકર્મા ભગવાનની વિશ્વકર્મા જયંતી સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવી હતી. જેમાં વિશ્વકર્મા સમાજના અગ્રણી અને પંચાલ સમાજ ના પ્રમુખ પ્રવીણભાઈ પંચાલે જણાવ્યું હતું કે હાલમાં ચાલતી કોરોના મહામારીને પગલે વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રા આ વખતે મોકૂફ રાખવામાં આવેલ છે.

જોકે પાવાગઢ ખાતે તળાવની પાળ પર આવેલ ચામુંડા માતાજીના મંદિરમાં વિશ્વકર્મા સમાજ એકત્રિત થઇ વિશ્વકર્મા ભગવાનની સામે માથુ ટેકવી પૂજા અર્ચના અને આરતી કરી વિશ્વકર્મા જયંતી ઉજવી હતી અને કાલોલમાં શ્રી વિશ્વકર્મા મંદિરના નિર્માણ સ્થળ ખાતે દર વર્ષે મહાયજ્ઞ, શોભાયાત્રા તથા ભંડારાનું અાયોજન થતુ હોય પરંતુ કોરોનામાં કથાનું અાયોજન કરી વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં અાવી હતી.

દાહોદ ખાતે શ્રી વિશ્વકર્મા જયંતી ઉજવાઈ
દાહોદ પંચાલ સમાજ દ્વારા માગશર સુદ:13 ને તા.25ના રોજ ભગવાન શ્રી વિશ્વકર્મા જન્મજયંતીની શ્રદ્ધેય ઉજવણી થઇ હતી. શહેરના ચેતના સોસાયટી સ્થિત શ્રી વિશ્વકર્મા મંદિરે વહેલી સવારે ભગવાનની પ્રતિમાને કેસ-દૂધથી અભિષેક કરાવી પૂજન અને શોભાયાત્રા યોજાઈ હતી. જે શહેરના વિવિધ રાજમાર્ગોએ ફરી પરત નિજ મંદિરે પહોંચી હતી.જયાં ધજારોહણ અને થાળ આરતીનો કાર્યક્રમ યોજાયો હતો અને પૂર્ણાહુતિમાં મહાપ્રસાદી યોજાઈ હતી. આ કાર્યક્રમમમાં પંચાલ નવયુવક મંડળ અને પંચાલ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: