ઉજવણી: દાહોદ શહેર જિલ્લામાં શિવરાત્રીની આસ્થા પૂર્ણ ઉજવણી, શિવાલયોમા અભિષેક માટે ભાવિકોની ભીડ જામી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કોરોનાને કારણે સંગમનો મેળો અને સીધી સમાજની શોભાયાત્રા રદ કરાઇ બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પરજન્યયજ્ઞ યોજવામાં આવ્યો

જળના અધિષ્ઠતા અને સૃષ્ટિના સર્જનહાર દેવાધિદેવ મહાદેવ શિવજીની આરાધના કરવાનો આજે પાવન દિવસ એટલે મહાશીવરાત્રી. શીવરાત્રીની દાહોદ શહેરવાસીઓ ઉત્સાહ, ઉમંગ અને પુજા અર્ચના કરી ધામધુમથી ઉજવણી કરી હતી, પરંતુ આ વખતે સંગમ કિનારે જે મેળો ભરાતો હતો જે મેળો રદ્દ કરવામાં આવ્યો હતો

કોરોના મહામારીને લઇને સંગમ કિનારે ભરાતો મેળો રદ્દ કરાયો અને સિંધી સમાજ દ્વારા શિવજીની જે શોભાયાત્રા કાઢતાં હતા તે યાત્રા પણ આ વખતે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મોકુફ રાખવામાં આવી હતી. જોકે સીંધી સમાજ દ્વારા ગોદી રોડ મંદિરે પૂજા અર્ચના કરાઇ હતી. આજે વહેલી સવારથી જ દાહોદના શિવાલયોમાં શીવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી તો બીજી તરફ બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પરજન્યયજ્ઞ યોજવામાં આવ્યો હતો.

આજે વહેલી સવારથી જ દાહોદ શહેરના શિવાલયો બમબમ, ભોલેના નાદથી ગુંજી ઉઠ્યાં હતાં. શિવભક્તો દ્વારા મંદિરમાં પુજા, અર્ચના કરી શિવજીની રીઝવવાનો પ્રયત્ન કર્યા હતાં. શહેરના મંદિરોને ભવ્ય રોશનીથી શણગારી દેવામાં આવ્યાં હતાં અને શહેરના મંદિરોમાં અનેક ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયાં હતાં.

મંદિરોમાં મહાયજ્ઞ, શિવ મહીમન સ્ત્રોતના પાઠ ભજન, ર્કિતન અને બમબમ ભોલેના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યાં હતાં, જ્યારે બીજી તરફ દાહોદના દેસાઈવાડ ગોવર્ધન ચોકમાં બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પરજન્યયજ્ઞ યોજવામાં આવ્યો હતો, પરંતુ સિંધી સમાજ દ્વારા પરંપરાગત રીતે ગોદી રોડથી નીકળતી શિવજીની શોભાયાત્રા આ વખતે પ્રવર્તમાન સંજોગોના કારણે આ શોભાયાત્રા મોકુફ રાખવામાં આવી હતી. સીધી સમાના શ્રધ્ધાળુઓએ ગોદી રોડ પર આવેલા ઝુલેલાલજી મંદિરે વાજતે ગાજતે શિવરાત્રીની ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: