ઉચાપત: દાહોદ જીલ્લાના સીંગવડના કેસરપુર દુધ ઉત્પાદક મંડળીના 13 વહીવટકર્તાઓ સામે ફરિયાદ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

- ચેરમેને ઉચાપત કરી પૈસા ભર્યા પરંતુ, આદેશ પ્રમાણે કાર્યવાહી ના કરતા તમામ સાણસામાં
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના કેસરપુર ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે .જેમાં ધી. કેસરપુર દુધ ઉત્પાદક સ.મં.લી.ના ચેરમેન દ્વારા રૂ.65038.82 ની ઉચાપત કરી પછીથી નાણાંની ભરપાઈ પણ કરી દીધા હતા. આ મામલે જિલ્લા રજીસ્ટ્રારે ચેરમેન સહિત 13 વહીવટકર્તાઓ સામે ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો પરંતુ તેમ ન કરાતા રજીસ્ટ્રાર કચેરીના સીનીયર કારકુને તમામ સામે પોલીસ ફરિયાદ દાખલ કરતા ખળભળાટ મચી ગયો છે.
સીંગવડ તાલુકાના કેસરપુર ગામે આવેલી ધી. કેસરપુર દુધ ઉત્પાદક સ.મં.લી. માં ચેરમેન તરીકે ફરજ બજાવતાં અમરસીંગભાઈ બલકાભાઈ ધાણકીઆએ તારીખ 1-4-17 થી આજદિન સુધીના સમયગાળા દરમ્યાન તેમના હસ્તકની સીલક રૂા.65038.82પુરાની ઉચાપત કરી હતી .પછીથી નાણાંની ભરપાઈ કરી હતી.
આ મંડળીમાં કાર્યરત એવા મફ્તભાઈ હીરાભાઈ ધાણકીઆ, બળવંતભાઈ મનાભાઈ બારીયા, જેસીંગભાઈ મનાભાઈ બારીયા, નરેશભાઈ અમરસીંગભાઈ ધાણકીઆ, હેમાભાઈ માનસીંગભાઈ પટેલ, નાનીબેન અમરસીંગભાઈ ધાણકીઆ, સમુડીબેન ભાવસીંગભાઈ બારીયા, બલકીબેન ધીરાભાઈ નાયક, દિનેશભાઈ અમરસીંગભાઈ ધાણકીઆ અને ભોપતભાઈ શંકરભાઈ પટેલે ગુજરાત સરકાર કૃષિ અને સહકાર વિભાગ ઠરાવ પ્રમાણે દિન – 30માં આરોપી અમરસીંગભાઈ બલકાભાઈ ધાણકીઆ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ન હતી.જેથી આ 12 જેટલા વ્યક્તિઓએ કાર્યવાહી ન કરતા આ સંબંધે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી, દાહોદમાં સીનીયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં કેતનભાઈ દલસુખભાઈ તાવીયાડે ઉપરોક્ત ચેરમેન સહિત 13 જણા વિરૂધ્ધ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed