ઉચાપત: તરવાડીયા ભાઉમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન દ્વારા 89 હજારની ઉચાપત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ચેરમેને મંડળીના સભાસદો સાથે વિશ્વાસઘાત કરી રૂપિયા અંગતકામ માટે વાપર્યા
  • સેક્રેટરી તથા સભ્યો મળી 10 સામે ફરિયાદ, દાહોદ રજિસ્ટ્રાર કચેરીના જૂનિયર ક્લાર્કે ફરિયાદ કરી

દાહોદ તાલુકાના તરવાડીયા ભાઉ દુધ ઉત્પાદક સહકારી મંડળીનીમાં ચેરમેને મંડળીના સભાસદો સાથે વિશ્વાસ ઘાત કરી રૂા.89,557.84 પોતાના અંગત કામમાં વાપરી ઉચાપત કરતા રજીસ્ટ્રાર ઓફીસના જુનિયર કલાર્ક દ્વારા ચેરમેન, સેક્રેટરી સહિત 10 લોકો સામે ઉચાપત અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.

તરવાડીયા ભાઉ દુધ ઉત્પાદક સહકારી મંડળી લી.માં તા.2 ઓક્ટોબર 2018થી તા.28 ઓક્ટોબર 2018 દરમિયાન સહકારી શ્રી સહકારી મંડળીઓ (દુધ) લીમખેડાના સબ ઓડીર એચ.એસ.બારીયાએ મંડળીમાં ઓડિટ કરી હતી. જેમાં ચેરમેન દુબળીયાભાઇ ટીટુભાઇ પરમારએ મંડળીના બેન્ક ઓફ બરોડા દાહોદના ખાતામાંથી તા.1 એપ્રિલ 2017થી 22 ઓક્ટોબર 2018 સુધીમાં રૂપિયા 89,558 બારોબાર ઉપાડી લીધાનું તપાસમાં જાણવા મળ્યું હતું. દુબળીયાભાઇએ આ રૂપિયા ચાર માસમાં ભરી દેવાની ખાત્રી આપતાં ઓડિટરે ઉચાપત અંગેનો રીપોર્ટ ઉચ્ચ કક્ષાએ કર્યો હતો. તાત્કાલિન જીલ્લા રજીસ્ટ્રાર જી.આર.રાઠોડે તરવાડીયાભાઉ દુધ ઉત્પાદક સહકારી મંડળી લીમીટેડના વ્યવસ્થાપક કમીટી/સેક્રેટરીને ફોજદારી કાર્યવાહી કરવા વારંવાર જાણ કર્યા છતાં કાર્યવાહિ ન થતા સહકારી રજીસ્ટ્રાર મંડળી દાહોદના જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં મહેન્દ્રસિંહ ઝાલાએ 10 લોકો સામે ગુનો દાખલ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: