ઈચ્છો ત્યાં રસીકરણ: દાહોદના લાભાર્થીઓએ મધ્યપ્રદેશમાં અને રાજસ્થાનના લાભાર્થીઓએ ગુજરાતમાં રસીકરણ કરાવ્યું

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદના લાભાર્થીઓએ મધ્ય પ્રદેશના થાંદલા અને ભાભરામાં વેક્સીન મુકાવી દીધી

દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદે આવેલો છે.જેથી આ બંન્ને રાજ્યોના સરહદી ગામડાઓના લોકો આરોગ્ય સેવાનો લાભ દાહોદ જિલ્લામાં લેવા આવે છે.હાલમાં કોરોનાના રસીકરણની કામગીરી સમગ્ર દેશમાં ચાલી રહી છે ત્યારે દાહોદ જિલ્લામાં ચાલી રહેલા રસીકરણનો લાભ લઇ રહ્યા છે.રાજસ્થાનમાં બે દિવસથી રસીકરણ બંધ છે ત્યારે ગઇ કાલે 30 જેટલા લાભાર્થીઓએ સંજેલીમાં રસી મુકાવી હતી.તેવી જ રીતે દાહોદના લાભાર્થીઓ પણ મધ્ય પ્રદેશમાં રસીકરણ કરાવી ચુક્યા છે.

કોરોનાને હરાવવા માટે રસીકરણ જ શ્રેષ્ઠ ઉપાય છે ત્યારે હવે નવયુવાનોને પણ રસીકરણ શરુ કરી દેવાયુ છે.18 થી 44 વર્ષના યુવાનોને રસી આપવા માટે નેશનલ પોર્ટલથી સેલ્ફ રજીસ્ટ્રેશન એટલે કે જાતે જ નોંધણી કરાવીને નોંધણી કરાવેલા રસીકરણ કેન્દ્ર પર રસીકરણ કરાવી શકાય છે.તેમાં સ્થાનિક લાભાર્થી જ હોવો જરુરી નથી.જેથી આસપાસના લોકો તેનો લાભ લઇ રહ્યા છે.

ગઇ કાલે રાજસ્થાનમા 21 યુવતીઓ અને 9 યુવાનોએ સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રસીકરણ કરાવ્યુ હતુ.કારણ કે રાજસ્થાનમાં બે દિવસથી રસીકરણ બંધ છે.તેમને વિદેશ જવાનુ હોવાથી રસીકરણ કરાવવું આવશ્યક હોવાથી ખર્ચ કરીને પણ તેમણે રસીકરણ કરાવ્યુ હતુ.ત્યારે સમગ્ર રસીકરણ દરમિયાન આવી ઘટનાઓ બનતી રહેશે તેમ આરોગ્ય વિભાગનું માનવુ છે.

જેમ ઝાલોદ તાલુકાની નજીક રાજસ્થાનની સરહદ છે.તેવી જ રીતે દાહોદ શહેરને અડીને મધ્ય પ્રદેશ આવેલું છે.ત્યારે શહેરના જ કેટલાક લાભાર્થીઓએ મધ્ય પ્રદેશમાં રસીકરણ કરાવ્યુ છે.થાંદલા અને ભાભરામાં આવા શહેરના લાભાર્થીઓએ રસીકરણ કરાવ્યુ હોવાની વિશ્વસનીય જાણકારી મળી છે ત્યારે સામાજિક અને વાણિજ્યિક વ્યવહારોની માફક જ એક બીજાના વિસ્તારોમાં સગવડિયું રસીકરણ ચાલતું જ રહેશે તો નવાઇ પામવા જેવુ નહી હોય.

દાહોદ જિલ્લાના ઇન્ચાર્જ મુખ્ય આરોગ્ય અધિકારી ડો.આર.ડી.પહાડીયાએ જણાવ્યુ છે કે આ એક નેશનલ પોર્ટલ છે.જેમાં કોઇ પણ વ્યક્તિ ગમે ત્યાં રજીસ્ટ્રેશન કરાવીને રસીકરણ કરાવી શકે છે.હાલ સરકારનો કોઇ એવો આદેશ નથી કે રાજ્ય બહારના લાભાર્થીનું રસીકરણ કરવુ નહી.જેથી રસીકરણ કરી આપવામાં આવે છે.જેમ સંજેલીમાં રાજસ્થાનના લાભાર્થીઓએ રસીકરણ કરાવ્યુ તેવી જ રીતે દાહોદ લાભાર્થીઓએ પણ મધ્ય પ્રદેશમાં રસીકરણ કરાવ્યુ હોવાની જાણકારી છે ત્યારે જિલ્લાની ભૌગોલિક સ્થિતિે કારણે આવુ બનવા જોગ છે પરંતુ સરકારના આદેશ પ્રમાણે જ કામગીરી થાય છે અને કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: