ઇકો ફ્રેન્ડલી શ્રીજીની સ્થાપના સાથે ગણેશોત્સવનો શુભારંભ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- કોરોના ઈફેક્ટના લીધે પંચમહાલ-મહિસાગર-દાહોદમાં મોટા પંડાલોને બદલે નાના પાયે સ્થાપના કરાઇ
દાહોદ શહેર સહિત જિલ્લામાં ગણેશચતુર્થીના પાવન પર્વની ભક્તોએ સંયમ સાથે ઉજવણી કરી હતી. લોકટોળા એકઠા ના થાય તેવી સરકારી ગાઇડલાઇન મુજબ આ વર્ષે દાહોદમાં ક્યાંય મોટા ગણેશ પંડાલો જોવા નથી મળ્યા. તે બદલે પંડાલોના સ્થળે જે તે મંડળો દ્વારા જ પારંપરિક રીતે ગણેશજીની પ્રમાણમાં નાની અને બહુધા સ્થળોએ ઇકો- ફ્રેન્ડલી પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. તો અન્ય સહુએ શ્રદ્ધાપૂર્વક પોતાની ઘરે જ માટીમાંથી બનાવેલ ગણેશજીની નાની સાઈઝની પ્રતિમાને ઘરે સ્થાપના કરી હતી. છેલ્લા પાંચેક વર્ષોથી પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા માટીની ઇકો ફ્રેન્ડલી અને તેય નાની સાઈઝની પ્રતિમાઓ બનાવવાના પ્રયાસ અંતર્ગત આ વખતે કોરોનાલક્ષી વધુ સંખ્યામાં નહીં ભેગા થવાની ગાઈડલાઈનના લીધે વર્કશોપ નથી થઇ શક્યો. બે દિવસમાં 500 જેટલા લોકોને નિઃશુલ્ક ધોરણે માટીનું વિતરણ કરવાથી લોકોએ લાભ લઈને ઘરે જ માટીની પ્રતિમાઓ બનાવીને ભાવપૂર્વક તેનું સ્થાપન કર્યું છે.સર્વેક્ષણ અનુસાર રેડીમેડ પ્રતિમાઓનું વેચાણ આ વર્ષે માંડ 25 % નોંધાયું છે.
ગોધરાના મિહિર ભાઈ પાઠકે ઘરે ગણેશની મૂર્તિ સાથે બાળકોએ બનાવેલા માટીના ગણપતિની પણ સ્થાપના કરી હતી
ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં આવેલ વલ્લભ નગર સોસાયટીમા રહેતો 15 વર્ષીય આર્શ શાહે જાતે માટીના ગણેશ અભિયાનથી પ્રોત્સાહીત થઇ માટીની સુંદર કલાત્મક ગણેશજીની પ્રતિમા બનાવી સ્થાપના કરી પૂજા અર્ચના કરી છે
મલેકપુરમાં પોતાના ઘરે ગણેશ ચતુર્થીના દિવસે શ્રીજીની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી.
દાહોદમાં માટીના ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન થતા ભક્તોએ શ્રદ્ધાપૂર્વક તેની સ્થાપના કરી પૂજા કરી હતી
ગોધરાના શ્રીમાળી શેરી માં રહેતા પપ્પુભાઈ શાહે ઘરે ગણેશજીની સ્થાપના કરી
સંતરામપુરમાં શ્રીજીની સ્થાપના માટે બજારોમાં મૂર્તિ લેવા માટે બજારમાં જોવા મળ્યા હતા.
ગરબાડામાં માટીના શ્રીજી બનાવીને સ્થાપના
ગરબાડાના મેઇન બજારમાં રહેતા અને વ્યવસાયએ શિક્ષક વિશે કુમાર મિનામા અને બંસી ગ્રુપ દ્વારા ગણપતિ દાદાની મૂર્તિ બનાવી. પેપ્સીની અને ચોકલેટની ખાલી બોટલોનો ઉપયોગ કરી અને ફક્ત 8 કલાકમાં 3 ફુટની મૂર્તિ બનાવી. આ યુવાન શિક્ષક દ્વારા અગાઉ પણ અલગ-અલગ મંદિરોમાં 25 ઝાંખીઓ બનાવવામાં આવી હતી.
હાલોલમાં ઘરે શ્રીજીની સ્થપના કરાઇ
હાલોલ. હાલોલમાં કોરોનાને પગલે જાહેર પંડાલો તેમજ 4 ફૂટથી મોટી મૂર્તિઓ પર સરકાર દ્વારા રોક લગાવતા લોકોએ ગણેશજીની નાની નાની કલાત્મક અને વિવિધ રૂપ દર્શાવતી મૂર્તિઓની સ્થાપના ઘરોમાં કરી હતી નગર ખાતે રહેતા લોકોએ ભાવપૂર્વક શ્રીજીની સ્થાપના કરી પુજા અર્ચના કરી હતી. દર વર્ષે મોટા મોટા મંડપોમાં ગણેશજીની સ્થાપના દરેક ફળીયા સોસાયટીઓ તેમજ પોળોમાં ભારે ધામધૂમ પૂર્વક વાજતે ગાજતે કરી 10-10 દિવસ સુધી શ્રીજીની આગતા સ્વાગતા ભારે ધાર્મિક વાતાવરણ અને વિવિધ કાર્યક્રમો સાથે કરાય છે.
0
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed