આસ્થાને તાળા કેમ મારવા?: દાહોદમાં શીતળા સાતમે મંદિર બંધ હોવા છતાં રાતના 12 વાગ્યાથી મહિલાઓની ભીડ જામી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
શ્રધ્ધાના સરનામા નથી હોતા તે ફરી પુરવાર થયુ - Divya Bhaskar

શ્રધ્ધાના સરનામા નથી હોતા તે ફરી પુરવાર થયુ

  • કોરોનાને લઇને શીતળા માતાનું મંદિર પાંચ દિવસ બંધ રાખવાની જાહેરાત કરાઇ હતી

દાહોદ જિલ્લામા સમગ્ર કોરોના કાળમા દર્દીઓ મામલે જિલ્લા મથક દાહોદ આજ દિન સુધી મોખરે રહ્યુ છે. હાલમાં પણ રોજેરોજ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. આ સ્થિતિને કારણે તહેવારોને અનુલક્ષીને શહેરના સ્ટેશન રોડ સ્થિત શીતળા માતાનું મંદિર અને પરેલમાં આવેલુ સુદઈ માતાનુ મંદિર તારીખ 01થી 05 એપ્રિલ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. શીતળા માતાનુ મંદિર બંધ રખાયુ હોવા છતાં સાતમે રાતથી જ ભાવિકોની ભીડ જામી હતી.

બીજી તરફ ફાગણ વદ સાતમ જેને ઘણા લોકો શીતળા સાતમ તરીકે ઉજવે છે. આ દિવસે આગલા દિવસે બનાવેલુ ઠંડુ ભોજન જ આરોગવાનુ હોય છે. તે પહેલા શીતળા માતાની પૂજા કરવાની હોય છે તેમજ મહિલાઓ આ દિવસે સ્નાન પણ ઠંડા પાણીથી જ કરે છે. ત્યારે આજે સાતમ હોવાથી શીતળા માતાનુ મંદિર બંધ હોવા છતા રાતના 12 વાગ્યાથી મહિલાઓની ભીડ જામવા લાગી હતી.

શ્રધ્ધાળુઓએ બંધ મંદિરના પટાંગણમા જ પૂજા અર્ચના કરી હતી. જેથી ઠેર ઠેર પૂજાનો સામાન વેર વિખેર થયેલો જોવા મળ્યો હતો. આમ ભીડ ન થાય તેના માટે મંદિર બંધ રખાયુ હોવા છતા આસ્થાને તાળા કેવી રીતે મારવા? આમ ખરેખર શ્રધ્ધાના સરનામા નથી હોતા તે ફરી પુરવાર થયુ છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: