આશા સાથે અરજી: ​​​​​​​દાહોદમાં ભગવાન જગન્નાથજીની 15મી રથયાત્રા કાઢવા માટે આયોજકોએ પરવાનગી આપવા એસડીએમને અરજી કરી

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કોરોનાનું ગ્રહણ લાગતાં તમામ તહેવારોની ઉજવણી એક વર્ષથી કરી શકાતી નથી ગત વખતે રથયયાત્રા કોરોનાને કારણે મોકુફ રાખવી પડી હતી

દાહોદ જિલ્લામાં કોરોનાએ કાળો કેર વર્તાવતાં વિવિધ પ્રકારે નુક્સાન થયુ છે. ગત વર્ષના તમામ ધાર્મિક અને રાષ્ટ્રીય પર્વોની ઉજવણી પર પાણી ફરી વળ્યુ છે. ત્યારે આ વખતે પણ તેવું પુનરાવર્તન ન થાય તેમ સૌ કોઇ ઇચ્છી રહ્યા છે. ત્યારે હવે 12 જુલાઇએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે કે ગત વર્ષની માફક જ ઉજવણી કરવી પડશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.તેમ છતાં દાહોદમાં રથયાત્રા કાઢવા માટે આયોજકોએ અરજી કરી પરવાનગી માંગી છે.

ગુજરાતની પ્રજા ઉત્સવ પ્રિય છે પરંતુ કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી કોઇ પણ તહેવાર ઉજવી શકાયો નથી. આસ્થાળુઓ પણ અકળામણ અનુભવી રહ્યા છે કારણ કે ભક્તિભાવના પણ કોઇ જાહેર કાર્યક્રમો યોજાઇ શક્તા નથી. હાલમાં પણ કોરોના ઓસરી ગયો હોવા છતાં મેદની તો એકઠી કરી જ શકાતી નથી. ગત વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પણ સ્થગિત કરવી પડી હતી ત્યારે આ વખતે ભાવિકો અને આયોજકો આવનાર રથયાત્રા માટે આશાવાદી છે. કારણ કે જે રીતે કોરોના ઓસરી ગયો છે અને ધીમે ધીમે પરિસ્થિતિ સામાન્ય થઇ રહી છે ત્યારે કેટલીક મર્યાદાઓ સાથે રથયાત્રાના આયોજનને મંજૂરી મળશે તેમ લાગી રહ્યુ છે.

દાહોદમાં પણ છેલ્લા 14 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે 15મી રથયાત્રા નીકળવાની છે ત્યારે ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સેવા સમિતિએ રથયાત્રા કાઢવા માટે એસડીએમને લેખીત અરજી કરી છે. તેમાં અષાઢી બીજ, 12 જુલાઇના રોજ સવારે 8:30 કલાકે હનુમાન બજાર સ્થિત રણછેડરાયજી મંદિરથી રથયાત્રા શરુ કરી પડાવ ચોક,ગાંધી ચોક,ગોવિંદ નગર ચોક, દેસાઇ વાડ ના રુટની પરવાનગી માંગવામાં આવી છે. સાંજના 7 વાગે રથયાત્રા સંપન્ન કરવામાં આવશે. ત્યારે હવે તંત્ર પરવાનગી આપે છે કે કેમ અને આપશે તો કેવી શરતોને આધિન રહીને પરવાનગી આપશે તેના પર ઓયોજકો સહિત સમગ્ર શહેરીજનોની મીટ મંડાયેલી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: