આશા અકબંધ: દાહોદ જિલ્લામાં વાવણી લાયક વરસાદ ન થવા છતાં ધરતીપુત્રોએ ભગવાન ભરોસે ખેતીકામનો શુભારંભ કર્યો
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
- ગત વર્ષે આ દિવસ સુધીમાં 387 મીમી વરસાદ થઇ ગયો હતો, આ વખતે માત્ર 146 મીમી
- સિંચાઇ સુવિધા નહિવત હોવાથી સવેળા મેઘમહેર થવી જરુરી છે
દાહોદ જિલ્લામાં ચોમાસુ હજુ જામતું નથી. જ્યારે ગત વર્ષે આ દિવસ સુધીમાં તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થઇ ચુક્યો હતો. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર શરુ થઇ ચુકી છે. ઘણે ઠેકાણે તો પહેલા દિવસથી જ મૂશળધાર વરસાદ પડવાને કારણે રહેણાંક વિસ્તારોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેથી રાજ્યમાં ધરતીપુત્રોએ ખેતીનો શુભારંભ કરી દીધો છે, પરંતુ મધ્ય ગુજરાતમાં હજી મન મુકી વરસ્યા નથી. જેથી દાહોદ જિલ્લામાં પણ હજી ચોમાસુ બેઠું હોય તેમ લાગી રહ્યુ નથી તેમ છતાં ખેડૂતોએ ભગવાનના ભરોસો ખેતીકામની શરુઆત કરી છે.
દાહોદ જિલ્લામાં 2 લાખ 22 હજાર હેક્ટર જેટલી ખેતીલાયક જમીન છે. તેની સામે સિંચાઇ સુવિધા નહિવત હોવાથી ખેડૂતોએ વરસાદ આધારિત જ ખેતી કરવી પડે છે. જિલ્લાનો મુખ્ય પાક અને ખોરાક મકાઇ છે અને તેની ખેતી ખરીફ ઋતુમાં જ થાય છે. ત્યારે હવે વરસાદ વરસશે ત્યારબાદ મહત્તમ વાવેતર મકાઇનું કરવામાં આવશે.
ગત વર્ષે આ સમયે તો જિલ્લામાં વાવેતરની કામગીરી પૂરજોશમાં શરુ થઇ ગઇ હતી કારણ કે 21 જૂન 2020 સુધીમાં જિલ્લામા 387 મીમી વરસાદ વરસી ચુક્યો હતો. જેમાં દાહોદ તાલુકો 124 મીમી સાથે મોખરે હતો.બીજી તરફ આ ચોમાસે 21 જૂન સ,સુધીમાં માત્ર 146 મીમી વરસાદ થયો હોવાથી ખેડૂતો આશાભરી નજરે આકાશે મીટ માંડીને બેઠા છે. આ સમયે જો વરસાદ થઇ જાય તો વાવણી માટેનો આદર્શ સમયગાળો છે ત્યારે આ સપ્તાહમાં મેઘમહેર થઇ જાય તે ઇચ્છનિય છે.ઘણાં તાલુકાઆતો હજીએ કોરાધાકોર છે તેમ છતાં જિલ્લામાં ખેડૂતોએ સકારાત્મક રીતે ખેતીની તૈયારીઓનો શુભારંભ કરી દીધો છે.
દાહોદ જિલ્લામાં ગત વર્ષ કરતાં આ દિવસોમાં સરખામણીએ બહુ જ ઓછો વરસાદ થયો છે. દાહોદ તાલુકામાં તો ગયા વર્ષે ભરપુર પાણી વરસ્યુ હતુ. આ સમય વાવેતર માટે ઘણો મહત્વનો હોય છે. કારણ કે ઘણી વાર પાછલી વાવણીમાં જીવાતો પડવાનો ભય વધારે હોય છે. ત્યારે આ અઠવાડિયામાં વાવેતર અનુરૂપ વરસાદ થઇ જાય તો કામગીરી ઝડપી અને સમયસરની થઇ જાય. જોકે, ખેડૂતોએ ખેતીની તૈયારીઓ તો કરી જ દીધી છે.
દાહોદ જિલ્લામાં 2020મા 21જૂન સુધીમાં દાહોદ તાલુકામાં 124મીમી,ગરબાડામાં 15,ઝાલોદમાં 19,દેવગઢ બારીયામાં 70,ધાનપુર તાલુકામા 48,ફતેપુરા તાાલુકામા 51,લીમખેડા તાલુકામાં 22,સંજેલી તાલુકામાં 63 અને સીંગવડ તાાલુકામાં 15 મીમી વરસાદ સાથે કુલ 387 મીમી વરસાદ થયો હતો.
જયારે 2021માં 21 જૂન સુુધીમાં દાહોદ તાલુકામાં 10મીમી,ગરબાડા તાલુકામાં 14 મીમી,ઝાલોદ તાલુકામાં 2 મીમી, દેવગઢ બાારીયા તાલુકામાં 40 મીમી,ધાનપુરા તાલુકામાં 9મીમી,ફતેપુરા તાલુકામાં 18 મીમી,લીમખેડા તાાલુકામાં 4 મીમી.સંજેેલી તાાલુકામાં 5 મીમી અને સીંગવડ તાલુકામા 22 મીમી મળી કુલ 146 મીમી વરસાદ જ થયો છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed