આવેદન: પીપલોદ ગામે એટ્રોસિટીની ખોટી ફરિયાદો કરતાં કલેક્ટરને આવેદન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેવગઢ બારિયા2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • એક પરિવારે 8થી 10 પોલીસ ફરિયાદો નોંધાવી છે – કોળી સમાજ

દેવગઢબારિયા તાલુકાના પીપલોદ ગામે એક પરિવાર દ્વારા એટ્રોસિટી હેઠળ ખોટી ફરિયાદો નોંધાવીને ગ્રામજનોને હેરાન પરેશાન કરીને અને ધાકધમકીઓ આપીને નાણાં પડાવતા હોવાની કેફિયત સાથે પીડિતો સાથે દાહોદ જિ. અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનોએ જિલ્લા કલેકટરને લેખિત આવેદન આપીને એટ્રોસિટી એક્ટનો દુરુપયોગ ટાળવા તેમજ પીડિતોને ન્યાય અપાવવા રજૂઆત કરી હતી.

પીપલોદમાં એક પરિવાર અવારનવાર એટ્રોસિટીની ખોટી એફઆઈઆર નોંધાવીને પાછળથી સુલેહ પેટે મોટી રકમ પડાવતા હોવા બાબતે ટેવાયેલા હોવાનો આવેદનમાં આક્ષેપ કરાયો હતો. આવી 8થી 10 પોલીસ ફરિયાદો એટ્રોસિટી એક્ટ હેઠળ કરાયેલી છે. જેના કારણે પીપલોદ ગામના નાગરિકો હેરાન થઇ રહ્યા છે. જેથી દાહોદ જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ સુરસિંહ ચૌહાણ, મહામંત્રી કાંતિભાઈ પટેલ, બારિયા તાલુકા પ્રમુખ નિર્મળસિંહ ચૌહાણ સહિતના આગેવાનો, પીડિત લોકો તેમજ જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કલેક્ટર વિજય ખરાડીને આવેદન આપીને એટ્રોસિટી એક્ટનો દુરુપયોગ ટાળવા તેમજ પીડિતોને ન્યાય અપાવવા અપીલ કરવામાં આવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: