“આર્ટ ફીએસ્ટા – 2019” જવાહર કલા કેન્દ્ર જયપુરમાં દાહોદના કલાકાર કિશોરકુમાર રાજહંસનું સન્માન

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
“આર્ટ ફીએસ્ટા 2019” જયપુર ઈન્ટરનેશનલ ગાલા આર્ટ એકઝીબિશન અને ગીનીઝ બુક રેકોર્ડ નોમીનેશન 125 કલાકારો દ્વારા 150 મીટર લાંબા કેનવાસ પર શ્રી કૃષ્ણ થીમ પર ઓન ધી સ્પોટ પેઈન્ટીંગ ઈવેન્ટમાં ઉત્તમ પ્રદર્શન.
તા. 26 થી 30 ડીસેમ્બર 2019 ના જવાહર કલા કેન્દ્ર જયપુર ખાતે “ટ્રેડીશનલ આર્ટ પ્રોમોશનલ સોસાયટી – ધ આર્ટ બાઉર્સ
આયોજીત ઈન્ટરનેશનલ ગાલા આર્ટ એકઝીબિશનમાં દાહોદના વરિષ્ઠ કલાકાર કિશોરકુમાર રાજહંસને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં તેમણે દાહોદ – ગુજરાતની આદિવાસી લોક સંસ્કૃતિને ઉજાગર કરતા ચિત્રો પ્રદર્શિત કર્યા હતા. તેમજ આ કલા મહોત્સવમાં શ્રી કૃષ્ણ થીમ પર કિશોરભાઈએ રાધા-કૃષ્ણ પ્રસંગને કુલ 125 કલાકારો સાથે 150 મીટર લાંબા કેનવાસ પર પોતાની આગવી શૈલીમાં સૌ પ્રથમ ઓન ધ સ્પોટ પેઈન્ટીંગ ઈવેન્ટમાં ઉત્તમ પ્રદર્શન કરી ખુબ જ પ્રશંસા અને લોક ચાહના મેળવી હતી. જે ગીનીઝ બુક રેકોર્ડ નોમીનેશન માટે મોકલવામાં આવી હતી. મુંબઈના વરિષ્ઠ સિને પોસ્ટર આર્ટિસ્ટ અને એકટર પૃથ્વી સોનીજી અને આયોજક રમાકાંત ખંડેલવાલના વરદ્હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. દેશ-વિદેશના કલાકારો-કલાર્થીઓ તેમજ જયપુરની કલારસિક જનતાએ તેમનાં પ્રદર્શન સ્ટોલની મુલાકાત લઈ ખુબ જ પ્રશંસા અને અભિનંદન પાઠવ્યા હતાં.


Related News

Comments are Closed

%d bloggers like this: