આરોપી ઝબ્બે: ​​​​​​​દાહોદ LCB પોલીસે ખજુરિયા ગેંગના ખૂંખાર આરોપીને ઝડપી પાડ્યો, અનેક ગુનાઓની કબુલાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદ જિલ્લા સહિત કડી અને મધ્ય પ્રદેશમાં નોંધાયેલા ગુના પણ ખુલ્યા

દાહોદ એલ.સી.બી.પોલીસે ખજુરીયા ગેંગના મુખ્યસુત્રધાર અને ખુંખાર ધાડ, ઘરફોડ ચોરીના આરોપીને ગરબાડા તાલુકાના જેસાવાડા ગામેથી ઝડપી પાડયો છે.તેની પાસેથી ચાંદીના દાગીના મળી કુલ રૂ. 17 હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

દાહોદ એલ.સી.બી.પોલીસને મળેલી બાતમીના આધારે, લુંટ, ધાડ, ઘરફોડ ચોરીના ગુનાનો આરોપી કાન્તીભાઈ મગનભાઈ મીનામા (રહે. ખજુરીયા, મીનામા ફળિયું, તા.ગરબાડા, જિ.દાહોદ)નો જેસાવાડા આશ્રમ પાસે વોચ ગોઠવી ઉભી હતી અને કાન્તીભાઈ જેવો ત્યાં આવતાં પોલીસે તેને દબોચી લીધો હતો અને પોલીસ મથકે લઈ આવી હતી.

વર્ષ 2018ના વર્ષમાં આ આરોપીએ પોતાના સાગરીતો સાથે ભેગા મળી ગરબાડાના પાંચવાડા ગામે એક્સ આર્મીમેનના ઘરમાં ઘુસી જઈ પરિવારને બંધક બનાવી તેમણે પહેરી રાખેલા સોના – ચાંદીના દાગીના લુંટી, ઘરમાંથી તિજોરી તોડી રોકડા રૂપીયા, બંદુકના કાર્ટીઝ તેમજ આસપાસમાં આવેલા ઘરોમાં પણ લુંટ મચાવી હતી. પરિવારજનોને માર મારી ભાગી છુટ્યાં હતાં.

ત્યારબાદ આજથી આશરે બે સવા બે માસ અગાઉ પોતાના સાગરીતો સાથે ભેગા મળી મહેસાણા કડી ખાતે આવેલી એક કંપનીમાં ઓફિસના દરવાજાનું તાળુ તોડી ઓફિસમાં ડ્રોવરમાંથી રોકડા રૂપીયા બે લાખ 45 હજારની ચોરી કરી હોવાનું પણ ઉપરોક્ત ઝડપાયેલા આરોપીએ કબુલાત કરી હતી.

ઉપરોક્ત પકડાયેલા આરોપી વર્ષ 2015ના વર્ષમાં અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ જુનાગઢ વંથલી પોલીસ વિસ્તાર, માણવદર, અમરેલી જિલ્લાના બાબરા વિસ્તારમાં ઘરફોડ ચોરી, વર્ષ 2017ના વર્ષમાં દાહોદ જિલ્લાના ધાનપુરમાં લુંટ, જામનગર જિલ્લાના કાલાવાડ, જોમજોધપુરમાં ઘરફોડ ચોરી, 2019ના વર્ષમાં દાહોદ પરેલ સાત બંગલામાં લુંટ, 2017ના વર્ષમાં મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના આઝાદનગર વિસ્તારમાં પણ બંદુકની ચોરી કરી હતી અને જે તે સમયે તે પકડાઈ પણ ચુક્યો હતો.

આ આરોપી અને તેની ગેંગના સાગરીતો આંતર રાજ્યમાં ધાડ, લુંટ, ઘરફોડ ચોરીઓને અંજામ આપે છે. દિવસ દરમ્યાન આ ગેંગના સાગરીતો સ્થળ જગ્યાની રેંકી કરી રાત્રીના સમયે ભેગા મળી લાકડી, તીરકામઠા જેવા મારક હથિયારોથી સજ્જ થઈ લુંટ, ધાડ, ઘરફોડ ચોરી વગેરે ગુનાઓને અંજામ આપ્યો છે. આમ, પોલીસે આ ખુંખાર આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચાંદીના દાગીના મળી કુલ 17 હજારનો મુદ્દામાલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: