આરોપી ઝડપાયા: ઝાલોદના લીમડીમા રસ્તો બતાવવાના બહાને રાહદારીને લૂંટનાર મોડાસાથી ઝઙપાયા,સોનીને લૂંટવાનો પ્રયાસ કરનાર પણ ઝડપાયો

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Modasa, Who Robbed A Pedestrian, Was Caught On The Pretext Of Showing The Way In Lemdi Of Jhalod. He Was Also Caught Trying To Rob Soni.

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • લૂંટેલા દાગીના, મોબાઈલ અને ઉપયોગમાં લેવાયેલી કાર સહિત 4.45 લાખનો મુદ્દામાલ જપ્ત સોનીને લાત મારી ભાગતા એક તે દિવસે જ ઝડપાઇ ગયો હતો,બીજાને પણ દબોચી લીધો

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલા લીમડીમાં થોડા દિવસ અગાઉ લુંટની ઘટના બની હતી. જેમાં અજાણ્યા ચોર ઈસમોએ એક વ્યક્તિ પાસેથી ચાંદીના ભોરીયા, મોબાઈલ ફોન વિગેરે લુંટી લઈ નાસી ગયા હતા. જેમાં લીમડી પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ આરંભ કરી ગણતરીના દિવસોમા જ લૂંટનો ભેદ ઉકેલી આરોપીઓને મોડાસાથી ઝડપી પાડયા છે.જ્યારે લીમડીમાં સોનીને લૂંટવાનો પ્રયાસ કરનાર બીજો લૂંટાારુ પણ પોલીસે ઝડપી પાડ્યો છે.

ઝાલોદના લીમડીમાં લુંટ થઈ તે સ્થળે સુભાષ સર્કલ તથા ચાકલીયા સર્કલના સીસીટીવી ફુટેજ પોલીસે તપાસ કર્યાં હતાં. આ સીસીટીવીની ચકાસણી દરમ્યાન શંકાસ્પદ ઈસમો તથા ગુન્હામાં વપરાયેલ ઈકો ફોર વ્હીલર ગાડી જણાતાં પોલીસે આ દિશામાં તપાસનો આરંભ કર્યાે હતો. પોલીસે ગુજરાત પોલીસના ઈ-ગુજકોપ પ્રોજેક્ટના ફાળવેલ મોબાઈળ પોકેટ કોપમાં સર્ચ કરતાં ઈકો ફોર વ્હીલર વાહન મોડાસાનું હોવાનું પોલીસ સમક્ષ સામે આવ્યું હતું.

લીમડી પોલીસે વિલંબ કર્યાં વગર મોડાસા પોલીસની ટીમ રવાના થઈ હતી. ટેકનીકલ માધ્યમોના આધારે પોલીસે લુંટમાં વપરાયેલ ઈકો ફોર વ્હીલર સાથે બે ઈસમોને ઝડપી પાડ્યાં હતાં અને તેઓની પાસેથી ચાંદીના ભોરીયા, મોબાઈલ ફોન કિંમત રૂ.45 હજાર તથા ગુનામાં વપરાયેલ ઈકો ફોર વ્હીલર ગાડી કિંમત રૂ.4 લાખ મળી કુલ રૂ.4 લાખ 45 હજારનો મુદ્દામાલ કબજે કરી બંન્ને લુંટારૂઓને લીમડી પોલીસ મથકે લઈ આવી હતી અને અન્ય આરોપીઓના પોલીસે ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે

ઝડપાયેલ આરોપીઓ રસ્તો બતાવવાના બહાને ભોગ બનનારને પોતાના વાહનમાં બેસાડી અવાવરૂં જગ્યાએ લઈ જઈ ધાકધમકી આપી બળજબરીપુર્વક કિંમતી ચીજ વસ્તુઓ કઢાવી લઈ ભોગ બનનારને વાહનમાંથી ઉતારી ભાગી જતાં રહેવાની આદત ધરાવે છે.બીજી તરફ લીમડીમાં જ રાજેન્દુ દ્ગ્ગડ તેમની સાોના ચંદીની દુકાન સવારમાં ખોલતા હતા ત્યારે તેમને લાત મારી બાજુમાં મુકેલી દાાગીનાની થેલી લૂંટીને બે બાઇક સવાર ભાગતા હતા.તે સમયે રાજેન્દ્ભાઇએ બુમાબુમ કરતાં લોકોોએ પીછો કરી સીમલખેડીના ચિરાગ ધનાભાઇ બામણીયાને ઝડપી પાડ્યો હતો પરંતુ બીજો લૂંટારુ ફરાર હતો.તેને પણ લીમડી પોલીસે ઝડપી પાડ્યો છે અને તે પણ ઝાલોદ તાલુકાના ખરસોડનો વિપુલ માનાભાઇ ડામોર છે.તેણે લીમડી અને સંજેલી પોલીસ મથકની હદમાં પણ ગુના આચરેલા છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: