આરોગ્ય તપાસ અભિયાન: દાહોદના 5 વર્ષ સુધીના 3 લાખથી વધુ બાળકોની આરોગ્ય તપાસ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
બાળ સેવા કેન્દ્ર તેમજ બાળ સંજીવની કેન્દ્ર ખાતે નિ:શુલ્ક સારવાર અપાશે. - Divya Bhaskar

બાળ સેવા કેન્દ્ર તેમજ બાળ સંજીવની કેન્દ્ર ખાતે નિ:શુલ્ક સારવાર અપાશે.

  • DDO દ્વારા ઉસરાવણ આંગણવાડી કેન્દ્રથી આરોગ્ય તપાસ અભિયાનનો પ્રારંભ
  • અતિકુપોષિત-મધ્યમ બાળકોની ખાસ કાળજી રખાશે

દાહોદની ઉસરાવણ આંગણવાડી કેન્દ્ર–4 ખાતે જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજની આંગેવાનીમાં કુપોષણ મુક્ત દાહોદ અભિયાન અંતર્ગત જિલ્લામાં પાંચ વર્ષ સુધીના તમામ બાળકોની આરોગ્ય તપાસણી અભિયાનનો આરંભ કરાયો છે. ઉસરાવણ આંગણવાડી કેન્દ્ર ખાતે કાર્યક્રમમાં 91 બાળકોની આરોગ્ય તપાસ કરીને અભિયાન શરૂ કરાયું છે.

આરોગ્ય કર્મચારીઓ દ્વારા જિલ્લાના 3 લાખથી પણ વધુ બાળકોની આરોગ્ય તપાસ આગામી માર્ચ સુધીમાં કરવામાં આવશે. તેમજ અતિકુપોષિત અને મધ્યમ કુપોષિત બાળકોની ખાસ કાળજી રાખવામાં આવશે. જરૂર જણાય એ બાળકોને યોગ્ય સારવાર અપાશે. ઉપરાંત તેમને આંગણવાડી કેન્દ્ર ખાતે સુપોષિત આહાર આપવામાં આવશે. અતિગંભીર રીતે નાદુરસ્તતબિયત હોય તેવા બાળકોને બાળ સેવા કેન્દ્ર તેમજ બાળ સંજીવની કેન્દ્ર ખાતે નિ:શુલ્ક સારવાર અપાશે. બાળકોના આરોગ્ય તપાસણી અભિયાનની ખાસ તકેદારી રાખવા જિલ્લા વિકાસ અધિકારી રાજે આરોગ્ય તેમજ આઇસીડીએસ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: