આયોજન: 26મી જાન્યુઆરીએ-પ્રજાસત્તાક દિવસના વિષય પર દાહોદ ખાતે ચિત્રસ્પર્ધા યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

ફાઈલ તસવીર

  • યુવાધનને સશક્ત બનાવવા ‘મોબાઇલ ટુ સ્પોર્ટ્સ’ ના અભિયાનની પહેલ
  • જિલ્લાાની તા. 29 ડિસે.થી 15 જાન્યુ. અને રાજ્યકક્ષાની તા. 23 જાન્યુ.એ યોજાશે

મુખ્યમંત્રી દ્ધારા તારીખ 01-10-2020ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઇલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઇલ ટુ સ્પોર્ટ્સ” અંગેના અભિયાનની નવતર પહેલ કરવામાં આવી છે.

આ હેતુને સુચારુ પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા દાહોદ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્ધારા સંયુક્ત રીતે “26મી જાન્યુઆરી-પ્રજાસત્તાક દિવસ” કાર્યક્રમ અંતર્ગત એક ચિત્રસ્પર્ધાનુ આયોજન કરાયું છે. જેમા 8થી 13 (જન્મ તારીખ 31-12-2020ને ગણવાની રહેશે) વર્ષના બાળકો ભાગ લઇ શકશે.

સ્પર્ધકે A-4 સાઇઝના ડ્રોઇંગ પેપર 26મી જાન્યુઆરી-પ્રજાસત્તાક દિવસ” વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી અને કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનુ નામ, રહેઠાણનું સરનામુ, પોતાના મોબાઇલ નંબર, શાળાનુ નામ વગેરેનો ઉલ્લેખ કરી સાથે ઉમરના પુરાવા તરીકે આધારકાર્ડની ઝેરોક્ષ તથા પોતાના બેંક એકાઉંટના પ્રથમ પાનાની ઝેરોક્ષ અચુક જોડીને તા. 15-01-2021ના બપોરે 12 કલાક સુધી દાહોદ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીએ મોકલી આપવાની રહેશે.






Related News

Comments are Closed

%d bloggers like this: