આયોજન: દાહોદ જિલ્લામાં 12 માર્ચે ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગે રૂપે વિવિધ કાર્યક્રમ યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • 12 માર્ચે ઐતિહાસિક દાંડીકૂચની 91મી વર્ષગાંઠ

આગામી 15 ઓગષ્ટે દેશને આઝાદી મેળવ્યે 75 વર્ષ પૂરા થશે. આ નિમિત્તે સમગ્ર દેશમાં 75 સપ્તાહ પૂર્વેથી એટલે કે આગામી 12 માર્ચથી આઝાદીનો અમૃત મહોત્સવ નામથી વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવશે. જે દિવસે ઐતિહાસિક દાંડીકૂચની 91મી વર્ષગાંઠ પણ છે. દાહોદ જિલ્લામાં પણ આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ આગામી 12 માર્ચથી દાહોદ અને ઝાલોદ ખાતે મુખ્ય કાર્યક્રમો યોજીને કરવામાં આવશે. જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં બેઠક યોજીને આઝાદીના અમૃત મહોત્સવના કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. આ કાર્યક્રમો રાજયકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ તેમજ સંસદસભ્ય જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં દાહોદ અને ઝાલોદ ખાતે યોજાશે.

વિવિધ કાર્યક્રમોમાં સાયકલ રેલી, બાઇક રેલી – પાણી બચાવો, અનાજ બચાવો, વધુ વૃક્ષો વાવો થીમ પર યોજાશે. આ ઉપરાંત વચ્યુઅલ ઇવેન્ટ ઓન મેડ ઇન ઇન્ડિંયા, વોકલ ફોર લોકલ, સ્ટાર્ટ અપ ચેલેન્જ, ઐતિહાસિક અને પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમો યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: