આયોજન: દાહોદ જિલ્લાના કલાકારો માટે 18 સ્પર્ધાઓ યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 15થી 29 વર્ષના યુવક યુવતીઓ માટે ‘રાષ્ટ્રીય યુવા ઉત્સવ’ તા.5 થી 8 જાન્યુઆરી યોજાશે
  • સ્પર્ધામાં જિલ્લાકક્ષાએ 18 કૃતિઓની ‘વર્ચ્યુઅલ’ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે

ભારત સરકાર દ્વારા 15થી 29 વર્ષના યુવક યુવતીઓ માટે “રાષ્ટ્રીય યુવા ઉત્સવ” 5થી 8 જાન્યુઆરી 2021 દરમિયાન યોજાનાર છે.જેમા ગુજરાતની ટીમ ભાગ લઇ શકે તે માટે રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર હસ્તકની કમિશનર,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગરના ઉપક્રમે પ્રતિ વર્ષ યોજાતી જિલ્લા,ઝોન, રાજ્ય યુવા ઉત્સવ સ્પર્ધાઓ પૈકી ચાલુ વર્ષે 18 સ્પર્ધાઓનું આયોજન જિલ્લા યુવા વિકાસ અધિકારી,જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દાહોદ દ્વારા યોજવામા આવનાર છે. રાજ્યકક્ષા સુધી આ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે.

આ સ્પર્ધામાં જિલ્લાકક્ષાએ 18 કૃતિઓની “વર્ચ્યુઅલ” સ્પર્ધાઓનું આયોજન થનાર છે. જિલ્લા કક્ષાની એન્ટ્રીઓ તારીખ 24/12/2020 બપોરના 12:00 કલાક સુધી જિલ્લા રમત ગમત અધિકારી દાહોદની કચેરી જિલ્લા સરવે ભવન, પ્રથમ માળ ,કોન્ફરન્સ હોલ છાપરી તા-જિ- દાહોદ ખાતે કૃતીની CD/PEN DRIVEથી મોકલી આપવાની રહેશે. જેમાં લોક નૃત્ય, શસ્ત્રીય નૃત્ય (ભરતનાટ્યમ), શા.મણીપુરી, શા.ઓડીશી, શા.કથ્થક, શા.કુચીપુડી, શાસ્ત્રીય કંઠય સંગીત, કર્ણાટકી સંગીત, સિતાર, વાસળી , વીણા (આ સ્પર્ધાઓ માટે સમય 15 મિનીટનો રહેશે) લોકગીત (07 મિનીટ), એકાંકી(અંગ્રેજી/હિંદી 30થી 45 મિનીટ), તબલા, મૃદંગમ, હાર્મોનીયમ હળવુ, ગીટાર (આ સ્પર્ધાઓ માટે સમય 10 મિનીટનો રહેશે) વિગતો તૈયાર કરી ઉક્ત કચેરીએ મોકલી આપવાની રહેશે. શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા(હિંદી/અંગ્રેજી‌)આ કચેરીમાં તારીખ 24 ડિસેમ્બર, 2020ના રોજ 12 કલાકે વિષય મેળવી 1 કલાકમાં CD તૈયાર કરી કચેરીએ મોકલી આપવાની રહેશે. વિગતવાર માહિતી આ કચેરીમાં રૂબરૂ સંપર્ક કરીને મેળવી લેવાની રહેશે.






Related News

Comments are Closed

%d bloggers like this: