આયોજન: દાહોદમાં ‘વિશ્વ જમીન દિન’ની ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિ. તેમજ મુવાલિયા ફાર્મ દ્વારા કરાયેલું આયોજન
  • 88 મહિલા ખેડૂતોએ પણ ભાગ લીધો જેમાં સંરક્ષણ અંગેની વિસ્તૃત માહિતિ અપાઇ

દાહોદ શહેરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલિયા ફાર્મ દ્વારા “વિશ્વ જમીન દિવસ” ની ઉજવણી તારીખ 5 ડિસેમ્બરના રોજ પહાડ ગામે કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી.

ત્યારબાદ કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. એચ. એલ. કાચાએ જમીન સંરક્ષણ કરવા માટે ચાવીરૂપ મુદ્દા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. એન. ડી. મકવાણા, વૈજ્ઞાનિક (સસ્ય વિજ્ઞાન)એ જમીનમાં મુખ્ય તેમજ ગૌણ તત્વોનું સમપ્રમાણ જાળવણી કરી જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા અંગે સમજ આપી હતી. જ્યારે જી. કે. ભાભોર, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ)એ સજીવ ખેતીનો અભિગમ અપનાવી જમીનની જાળવણી કરવા ખેડૂત બહેનોને અપીલ કરી હતી. આ આ કાર્યક્રમમાં કુલ 88 મહિલા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. અંતે આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: