આયોજન: દાહોદમાં મંગળવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સભા સંબોધશે, બાઇક રેલીનું આયોજન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ31 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના અનુસંધાને કાર્યકરોમાં નવો જોમ ફુંકવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. 23મી તારીખ મંગળવારના રોજ સી.આર પાટીલ બપોરના 12.45 વાગ્યે સી.આર પાટીલ હેલીકોપ્ટર દ્વારા દાહોદ આવશે.આ વખતે શહેરની આઇટીઆઇ આગળથી એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે.

આઇટીઆઇથી સ્ટશન રોડ, ગોવિંદ નગર, પડાવ થઇ આ રેલી મહિન્દ્રા શોરૂમ ઉપર પૂર્ણ કરવામાં આવશે. ત્યાર બાદ બપોરના બે વાગ્યા સી.આર પાટીલ મહેન્દ્રા શો રૂમની સામે આવેલા મેદાનમાં સભાને સંબોધશે. સી.આર પાટીલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ દાહોદ શહેરમાં પ્રથમ વખત આવી રહ્યા છે.






Related News

Comments are Closed

%d bloggers like this: