આયોજન: દાહોદમાં આકાશદર્શનનો દ્વિદિવસીય કાર્યક્રમ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કાયમી ધોરણનો આકાશદર્શનનો કોર્સ પણ શરૂ થશે

ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા સ્થાપિત અને દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત લોકવિજ્ઞાન કેન્દ્ર શાખા દ્વારા શહેર નજીકના રાબડાલ સ્થિત વનચેતના કેન્દ્ર મુકામે ખુલ્લા આકાશમાં તારા દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આભના તારાઓના તજજ્ઞ છગનભાઈ મોઢવાડિયા દ્વારા ગ્રહ, તારા અને નક્ષત્ર વિષે રોચક જાણકારી અપાઇ હતી.

મોડી સાંજે સુરજ ઢળ્યાં બાદ બાદ કુદરતી વાતાવરણમાં બે દિવસ દરમ્યાન આશરે 200 જેટલા વ્યક્તિઓએ લાભ મેળવ્યો હતો.અને આકાશમાં જોવાતા તારા, નક્ષત્રો પૈકી પૃથ્વીથી નજીક જોવાતા આભમંડળનો તજજ્ઞ દ્વારા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પરિચય પામ્યા બાદ હવેથી રાતના સમયે મળતી નવરાશની પળોમાં આ નિજાનંદ માણવા સહુએ કટિબદ્ધતા દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે દાહોદ સ્થિત લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે આવનારી પેઢી માટે લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા નવા સત્રથી આકાશ દર્શનનો આવો પદ્ધતિસરનો એક કોર્સ શરૂ કરવાની જાહેરાત થઇ હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: