આપ ક્યુ મે હૈ: દાહોદમાં બીએસએનએલનુ નેટવર્ક કલાકો સુધી બંધ થઇ જતાં ગ્રાહકો અટવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ16 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ચૂંટણીની મૌસમમાં નેતાઓ,કાર્યકરોઅને સરકારી બાબુઓ પરેશાન થઇ ગયા સૌથી મોટી સમસ્યા ઓન લાઇન શિક્ષણ મેળવતાં ભુલકાંઓ માટે સર્જાઇ

દાહોદ શહેરમાં રવિવાર મધરાતથી બીએસએનએલનુ નેટવર્ક સંપૂર્ણ બંધ થઇ જતાં તેના ગ્રાહકો પરેશાન થઇ ગયા હતા.શહેરમાં ચાલતા ખોદકામને લીધે કેબલ કપાઇ જતાં લેન્ડ લાઇન અને મોબાઇલ બંધ થઇ જતાં સંચાર વ્યવસ્થા ખોરવાઇ ગઇ હતી. કલાકોના સમારકામ બાદ સાંજે નેટવર્ક યથાવત થયુ હોવાનુ જાણવા મળ્યુ છે.બીએએનએલના અદિકારીઓના ફોન પણ બંધ થઇ ગયા હતા.

દાહોદ શહેર તથા જિલ્લામાં બીએસએનએલના ધાંધિયા કોઇ નવી વાત નથી. શહેર તથા જિલ્લામાં છાસવારે ખોટકાતાં નેટવર્કને કારણે બીએસએનએલના ગ્રાહકો વારંવાર અટવાઇ પડે છે તેમ છતાં તેનુ કોઇ કાયમી નિરાકરણ કરવામાં આવતુ નથી.દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત જે કામો ચાલી રહ્યા છે તેમાં શહેરમાં ખોદકામ પણ ચાલી રહ્યા છે.આવા જ ખોદકામને કારણે કોઇ જગ્યાએ બીએસએનએલનો કેબલ કપાઇ જવાને કારણે રવિવાર મધરાત થી નેટવર્ક બંધ થઇ ગયુ હતુ.જેેથી મોબાઇલ અથવા લેન્ડ લાઇન ફોન પણ ઠપ થઇ જતાં સંચાર વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઇ ગઇ હતી.સોમવાર સપ્તાહનો ખુલતો દિવસ હોવાથી વેપારીઓ તેમજ વિવિધ પ્રકારાના રોજગાર સાથે સંકળાયેલા કારોબારીઓ અટવાઇ પડ્યા હતા.

ચૂંટણીની મૌસમ પૂરબહારમાં ખીલી છે ત્યારે નેતાઓ અને કાર્યકરોના ફોન વ્યવહાર બંધ થઇ જતાં ઘણાંને શિયાલાના વાતાવરણમાં પરસેવો થવા માંડ્યા હતો.થોડી થોડી વાર માટે નેટવર્કનું આવન જાવન થતુ રહેતુ હોવાથી ભારે પરેશાની વેઠવી પડી હતી,સૌથી મોટી સમસ્યા ઓન લાઇન શિક્ષણ મેળવતાં બાળકો માટે સર્જાઇ હતી.કારણ કે 9 થી 12ની શાળાઓ તો રાબેતા મુજબ શુ થઇ ચુકી છે ત્યારે હવે ધોરણ 1 થી 8 ના ભુલકાં જ ઇન્ટરનેટના સહારે શિક્ષણ મેળવી રહ્યા છે.જેથી બીએસએનએલનુ નેટવર્ક બંધ થઇ જતાં આવા બાળકો નું શિક્ષણ પણ ખોરવાઇ ગયુ હતુ.સોમવારે સાંજે નેટવર્ક યથાવત થતાં ગ્રાહકોને રાહત થઇ હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: