આપઘાત: નઢેલાવમાં પ્રેમીની સગાઇ બીજે થતાં પ્રેમિકાએ ગળાફાંસો ખાધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરબાડા36 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

  • યુવતીની સગા ભાઇના સાળા સાથે આંખ મળી ગઇ હતી

ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે સગા ભાઇના સાળાની સગાઇ થઇ જતાં તેના પ્રેમમાં ગળાડૂબ યુવતિએ રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો હતો. આ પ્રકરણમાં પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો નોંધીને તેનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યુ છે.

નઢેલાવ ગામમાં યુવતિ દાહોદ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. આ યુવતિને તેના સગાભાઇના સાળા જોડે પ્રેમ સબંધ હતો. ત્રણ દિવસ પહેલાં દાહોદ કોલેજ જવાનું કહીને ઘરેથી નીકળેલી યુવતિ ગુમ થઇ ગઇ હતી. તપાસ બાદ તે ભાઇના સાળાના ઘરે હોવાનું જાણવા મળ્યુ હતું. જોકે, પ્રેમીની સગાઇ થઇ ગઇ હોવાનું તેને જાણવા મળ્યુ હોવાથી તે રહસ્યમય સંજોગોમાં પોતાના ઘરે પહોંચી હતી અને ઘરના વાડામાં ગળાફાંસો ખાઇને જીવન લીલા સંકેલી લીધી હતી.

યુવતિના ગળા ઉપર ઘસરકા જોવા મળી રહ્યા છે. જોકે, ઘટના પાછળ ઘણા રહસ્યો હોવાને કારણે પોલીસે પિતાની જાહેરાતના આધારે અકસ્માતે મોત અન્વયે ગુનો નોંધીને તેના મૃતદેહનું પેનલ પોસ્ટ મોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: