આપઘાત: દુધિયા ગામમાં ઝાડ ઉપર પ્રેમી પંખીડાનો આપઘાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • મોટી છોકરી બાકી હોવાથી પિતાએ નાની છોકરીને એક વર્ષ બાદ લગ્નનું કહ્યું હતું
  • લગ્ન થવાના જ હતા ત્યારે બંનેએ કયા કારણે આપઘાત કર્યો તે દિશામાં પોલીસની તપાસ

દેવગઢ બારિયા તાલુકાના દુધિયા ગામના સીમાડે આંબાના ઝાડ ઉપર પ્રેમી પંખીડાએ ગળાફાંસો ખાઇને જીવન લીલા સંકેલી લીધી હતી. બંનેના મૃતદેહ ઝાડની ડાળી ઉપર લટકતાં જોવા મળતાં ખળભળાટ મચી ગયો હતો. પરિવારની સમંતિથી બંનેને એક વર્ષ બાદ લગ્ન કરવાનું ગોઠવ્યું હતું તે છતાય બંનેએ આપઘાત કરતાં તપાસનો વિષય બન્યો છે. આ અંગે સાગટાળા પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કર્યો છે.

દેવગઢ બારિયા તાલુકાના દુધિયા ગામના ગમાર ફળિયામાં રહેતી 18 વર્ષિય વર્ષાબેન બારિયા 12મુ ધોરણ ભણીને ઘરે જ હતી. જ્યારે સીંગેડી ગામના સરસીયા ફળિયામાં રહેતો 20 વર્ષિય અર્જુનભાઇ ધારવા એસ.વાય.બી.એમાં અભ્યાસ કરતો હતો. વર્ષાબેન અને અર્જુનભાઇ વચ્ચે પ્રેમ સબંધ હતો. અર્જુનભાઇના પિતા બળવંતભાઇએ ત્રણ માસ અગાઉ વર્ષના પિતા ભુપતભાઇને બંનેના લગ્નની વાત કરી હતી. ત્યારે વર્ષાની મોટીબેન સોનલની સગાઇની વાત ચાલતી હોવાથી આ લગ્ન એક વર્ષ બાદ થશે તેમ જણાવ્યું હતું.

ગત રાત્રે વર્ષ અને અર્જુને ઘરેથી નીકળી જઇને દુધિયા ગામમાં ઘરથી થોડે દૂર ડુંગર પાસે આંબાના ઝાડ ઉપર બંનેએ દોરડી વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. સવારે આ ઘટનાની જાણ થતાં સનસનાટી ફેલાઇ ગઇ હતી. લગ્ન થવાના જ હતા ત્યારે બંનેએ કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં સાગટાળા પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, આંબાના ઝાડની એક ડાળ ઉપર ઓઢણી બાંધેલી પણ જોવા મળી હતી. ઓઢણીથી બંને ગળાફાંસો ખાઇ નહીં શકતાં હજી ઉંચે ચઢીને બંનેએ ગળામાં દોરડુ બાંધીને આ પગલું ભરી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: