આપઘાત: ગમલા ગામે પતિ અને સાસુ દ્વારા ત્રાસ અપાતા પરિણીતાનો પિયરમાં ગળાફાંસો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદના વરમખેડામાં પતિ અને સાસુ દ્વારા ખોટી શંકા કરી ત્રાસ આપતાં પરિણીતાએ પિયરમાં ફાંસો ખાઇ જીવન કુંટાવી લેતાં પંથકમાં ચકચાર મચી ગઇ હતી. આ સંદર્ભે પતિ, સાસુ વિરૂદ્ધ મૃતકની માતાએ ફરિયાદ નોંધાવી હતી. દાહોદ તાલુકાના વરમખેડાની પરિણીતા ઉપર પતિ તથા સાસુ દ્વારા ખોટી શંકા કરી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મુકતાં પિયરમાં ઘરના મોભ સાથે ઓઢણી બાંધી ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. દાહોદ તાલુકાના વરમખેડા ગામની રે્ખાબેન શૈલુભાઇ ગણાવાને તેના પતિ શૈલુભાઇ તથા સાસુ મંગીબેન ગણાવા ખોટો શક વ્હેમ કરી શારીરિક માનસિક ત્રાસ આપી ત્રણ માસ પહેલા જ પિયર ગમલા ગામે મુકી આવ્યા હતા. રેખાબેનને બે વાર તેના પિયરમાં તેની માતા તથા તેના ભાઇ વરમખેડા ગામે સાસરીમાં મુકવા ગયા હતા. ત્યારે રેખાબેનની સાસુ મંગીબેને રેખાબેનને ઘરમાં આવવા દીધી ન હતી અને તેના હાથમાં રરેલી થેલી પણ ફેકી આપી હતી.

જેથી રેખાબેનને તેની માતા તથા ભાઇ સાથે પરત પિયર જવુ પડ્યું હતું. ત્યાર બાદ પતિ શૈલુભાઇ ગણાવા પત્ની રેખાબેનને તેડીને લઇ જાય તે માટે સમાજ રાહે ત્રણ વારા પંચાણુ કર્યુ હતું પરંતુ ના પાડી દેતાં ગતરોજ દાહોદ પંચાણામાંથી પરત પિયર ઘરે જઇ સાંજના ચાર વાગ્યાના અરસામાં ઘરમાં મોભ સાથે ઓઢણી બાંધી ફાંસો ખાઇ આત્મહત્યા કરી જીવનલીલા શંકેલી લીધી હતી. આ ઘટનાની દાહોદ પંથકમાં ચકચાર મચી ગઇ હતી. આ સંદર્ભે મૃતકની માતા બબલીબેન પુનીયાભાઇ ગુંડીયાએ કતવારા પોલીસ મથકે જમાઇ તથા તેની માતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: