આપઘાત અંગે શોધખોળ: ભૂવા પાસે બતાવી બીમાર યુવક નગ્ન થઇ તળાવમાં કૂદ્યો, 72 કલાક બાદ પણ લાપતા, દાહોદ, બારિયા, વડોદરા NDRF, અમદાવાદની ટીમ દ્વારા શોધખોળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરબાડા40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

એનડીઆરએફની ટીમો યુવાનની શોધખોળમાં લાગી છે.

  • ગાંગરડાની ઘટના : 3 દિવસથી ગોતાખોરોની 4 ટીમો કાર્યરત

ગાંગરડા ગામના તોરણ ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા 36 વર્ષિય નરેશભાઈ પશવાભાઈ પરમાર બીમાર પડતા તારીખ 19 મીએ બપોરે તેમની પત્ની સુમિત્રાબેન ગામમાં ભૂવા પાસે લઈ ગયા હતા. સારવાર લીધા બાદ નરેશભાઈ ભૂવાના ઘરેથી જ દોડતા સંપૂર્ણ નગ્ન થઇને તળાવમાં કુદી પડ્યા હતાં. નરેશભાઇ ડૂબી જવા અંગે ગરબાડા પોલીસે દાહોદ લાશ્કરોને જાણ કરી હતી. પત્તો નહીં મળતાં બીજા દિવસે દેવગઢ બારિયાની ટીમ પણ શોધખોળમાં જોતરાઇ હતી.

નરેશભાઇનો મૃતદેહ નહીં મળતાં 22મીની સવારે વડોદરા એન.ડી.આર.એફ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પણ ધસી આવી શોધખોળમાં જોતરાઇ હતી. ચાર જેટલી ટીમના 50 જેટલા કર્મચારીઓની પાણીમાં શોધખોળ છતાં નરેશભાઇનો 72કલાક બાદ પણ પત્તો મળ્યો ન હતો. ઘટના સંદર્ભે ગરબાડા પીએસઆઇ જાદવ, પ્રાંત અધિકારી,ગરબાડા મામલતદાર, ટીડીઓ, ગામના સરપંચ અને તલાટીઓ પણ તળાવે ઉભા પગે જોવા મળ્યા હતાં.

મૃતદેહ પાણીની ઉપર નહીં આવતાં શંકા
સામાન્ય રીતે પાણીમાં ડૂબી જવાની પાણીમાં ડૂબી જવાની કોઈપણ ઘટનામાં ડુબનાર વ્યક્તિનો મૃતદેહ અમુક સમય બાદ પાણીની સપાટી ઉપર આવી જતો હોય છે.પરંતુ ગાંગરડા ગામની આ ઘટનામાં આજે ત્રણ દિવસ બાદ પણ વ્યક્તિનો મૃતદેહ ચાર- ચાર ટીમોની શોધખોળ બાદ પણ ન મળતો હોવા ના કારણે અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે.


Related News

Comments are Closed

%d bloggers like this: