આપઘાતના દુષ્પ્રેરણા: નોકરી છોડી દેવા સાસરિયાંએ દબાણ કરતાં પરિણીતાએ આપઘાત કર્યો હતો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર
- માનસરોવરમાંથી યુવતીની લાશ મળી હતી
સાતકુંડા ગામે નોકરી છોડવાનું દબાણથી ત્રસ્ત પરીણિતાએ આપઘાત કર્યો હતો. સાસરિયાઓ સામે પોલીસે આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. દેવગઢ બારીઆ તાલુકાના સાતકુંડા ગામે રહેતી ભારતીબેન નામે પરણિત મહિલાની લાશ ગત તા.૨૦મી જાન્યુઆરીના રોજ માનસરોવર તળાવમાંથી મળી આવી હતી.
આ સંદર્ભે મોટી ખજુરી ગામે રહેતા ભારતીબેનના પિતા શનાભાઈ ભાવાભાઈ બારીયાએ પોલીસને જણાવ્યુ હતું કે, તેમના જમાઈ વિપુલભાઈ ગણપતભાઈ રાઠવા તથા વેવાઈ ગણપતભાઈ ભાવસીંગભાઈ રાઠવા અને મધુબેન ગણપતભાઈ રાઠવા દ્વારા પોતાની દિકરી ભારતીબેનને અવાર નવાર મેણા ટોણા મારતા હતાં. તું નોકરી છોડી દે અને નોકરી નહીં છોડે તો તારા બાપના ઘરે જતી રહે, તેમ કહી ભારતીબેનને અવારનવાર શારીરિક- માનસિક ત્રાસ આપતાં હતાં. આ ત્રાસથી કંટાળી ભારતીબેને આપઘાત કરી લીધો હતો. પોલીસે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
Related News
રજૂઆત: હિરોલા-2ના મતદાન કેન્દ્રો પર બંદોબસ્ત-વીડિયોગ્રાફીની માગ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
2015 જિલ્લા પંચાયતની ચૂંટણી: 2015ની ચૂંટણીમાં 805 મતદારો દ્વારા ‘નોટા’નાે ઉપયોગ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાલેખક:Read More
Comments are Closed