આદેશ: દાહોદ જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 4ને પાસા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- 3ને જુદી-જુદી જેલમાં મોકલાયા : એકની શોધખોળ ચાલુ
દાહોદ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરવા બદલ ચાર શખ્સો સામે જિલ્લા વહીવટી તંત્રએ પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે. આ ચાર પૈકી ત્રણને પકડી કારાગૃહમાં ધકેલી દેવામાં આવ્યા છે. દાહોદ પોલીસ દ્વારા પ્રોહિબિશન ઓફ એન્ટિ સોશ્યલ એક્ટિવિટી હેઠળ કરવામાં આવેલી દરખાસ્તને કલેક્ટરે ધ્યાને લઇ આ આદેશ કરવામાં આવ્યો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દાહોદ જિલ્લાના એસ.પી હિતેશ જોયસરે અસામાજિક પ્રવૃત્તિને ડામવા માટે પોલીસ તંત્રને કેટલાક શખ્સો સામે પાસાની કરવાની સૂચના જારી કરી હતી.
જેના આધારે દારૂ વેચાણની ગેરકાયદે પ્રવૃત્તિ કરતા સિંગવડ તાલુકાના મેથાણ ગામના ભારતભાઇ સુરસિંગભાઇ ઝાલૈયા, રળિયાતના પપ્પુભાઇ માંગીલાલ સાંસી અને લીમખેડા તાલુકાના પટવણના ગોરધન ભાઇ સુરપાલભાઇ પરમાર તથા જુગાર રમાડવા બદલ લીમખેડાના સંતોષભાઇ રસિકલાલ સોનીની સામે પાસા વોરંટ ઇસ્યુ કરવા દરખાસ્ત કરી હતી. પોલીસ તંત્ર દ્વારા કરાયેલી દરખાસ્તને આધારે કલેક્ટર વિજય ખરાડી દ્વારા આ ચારેય શખ્સો સામે પાસાના વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જે પૈકી ભારતભાઇ, સંતોષભાઇ, પપ્પુભાઇને પોલીસે પકડીને જુદી જુદી જેલમાં મોકલી આપ્યા છે. બાકી રહેલા ગોરધનને પકડવા પોલીસ તંત્ર દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed