આદેશ: દાહોદ જિલ્લામાં તમામ દુકાનદારોએ વેક્સિન ફરજિયાતપણે લેવાની રહેશે

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજય સરકાર દ્વારા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને તા.25 જૂનના રોજ મુકવામાં આવેલા નિયંત્રણોને અનુસંધાને દાહોદના જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ એક જાહેરનામા દ્વારા સમગ્ર દાહોદ જિલ્લામાં લાગુ પડે તે રીતે નિયંત્રણોનો આદેશ કર્યો છે.

જાહેરનામા મુજબ તમામ દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિગ કોમ્પલેક્ષ, માર્કેટિગ યાર્ડ, હેર કટીગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરન્ટસ, અઠવાડિક ગુજરી-બજાર-હાટ તેમજ વાણિજ્યક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓએ આગામી તા. 10 જુલાઇ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા એકમ ચાલુ રાખી શકાશે નહી. જીમ 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. તેમજ માલિકો-સંચાલકો સહિતના તમામ સ્ટાફે આગામી તા. 10 જુલાઇ સુધીમાં ફરજીયાત વેક્સિન લેવાની રહેશે.

જાહેર બાગબગીચાઓ રાત્રીના 9 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી સાથે મહત્તમ 100 વ્યક્તિની મંજૂરી રહેશે. અંતિમવિધિમાં 40 વ્યક્તિની મંજૂરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં કોરોનાના નિયત નિયમોના પાલન સાથે મહત્તમ 200 વ્યક્તિની મર્યાદા રહેશે. પરંતુ બંઘ સ્થળોએ જગ્યાના 50 ટકા વ્યક્તિઓ એકત્ર થઇ શકશે. અન્ય રાજયમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરો માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલા સૂચનો લાગુ રહેશે. આ જાહેરનામું તા.26 જુનથી સવારના 6 વાગ્યાથી આગામી તા. 10 જુલાઇ સવારના 6 વાગ્યા સુધી અમલમાં રહેશે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: