આદિવાસી પટેલીયા યુવા સમાજ દ્વારા સરકારી સિવિલ હોસ્પિટલ દાહોદ જે ઝાયડસ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે જેના દ્વારા આદિવાસી તેમજ ગરીબ પ્રજા સામે લેવાથી ફી સામે વિરોધ નોંધાવતા કલેકટર કચેરીમાં આવેદન આપવામાં આવ્યું

GIRISH PARMAR – JESAWADA
 
 
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે સરકારી દવાખાનનું PPP મોડેલ દ્વારા ખાનગી કરણ કરી સ્વાસ્થ્ય માટે ઉત્તમ સુવિધા મળી રહે તે હેતુને આદિવાસી પટેલિયા યુવા સમાજ સ્વીકારે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસ થી એવું જાણવા મળ્યું છે કે દાહોદ સિવિલ હોસ્પિટલ જે ઝાયડ્સ કંપની દ્વારા ચલાવવામાં આવે છે તેમાં દર્દીઓ પાસેથી અમુક ચોક્કસ રકમ વસુલ લેવામાં આવે છે, દાહોદની આદિવાસી તેમજ ગરીબ પ્રજા પાસે પૂરતા રૂપિયા ન હોબને કારણે દાહોદની સિવિલ હોસ્પિટલનો સહારો લેવો પડે છે, પરંતુ ઝાયડ્સ કંપની ગરીબ દર્દી પાસેથી રૂપિયા લેશે તો આદિવાસી તેમજ ગરીબ પ્રજા પોતાનું અને પોતાના પરિવારના સ્વાસ્થ્ય સુધારવા કોની પાસે જશે? માટે આદિવાસી પટેલીયા યુવા સમાજ દ્વારા સરકારી સિવિલ હોસ્પિટલ દાહોદ જે ઝાયડસ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે જેના દ્વારા આદિવાસી તેમજ ગરીબ પ્રજા સામે લેવાથી ફી સામે વિરોધ નોંધાવતા કલેકટર કચેરીમાં આવેદન આપવામાં આવ્યું.


Related News

Comments are Closed

%d bloggers like this: