આત્મહત્યા: ​​​​​​​દાહોદના પીપળાપાણી ગામે સગીરાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બીજી બાજું ગોરીયા ગામમાં રેલ્વે ગરનાળા નીચેથી 26 વર્ષીય મહિલાની લાશ મળી

દાહોદના લીમખેડા તાલુકાના પીપળાપાણી ગામે માતા ફળીયામાં રહેતી 17 વર્ષીય સગીરાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.

મળતી માહિતી મુજબ, લીમખેડા તાલુકાના પીપળાપાણી ગામે માતા ફળીયામાં રહેતી 16 વર્ષની કુમુદબેન દીતાભાઈ વળવીએ ગતરોજ સવારે ઘરના દરવાજા બંધ કરી કોઈ અગમ્ય કારણોસર ઘરમાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતના ગુનાના કાગળો કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ગતરાતે લીમખેડા તાલુકાના ગોરીયા ગામમાં રેલ્વે ગરનાળા નીચેથી કોઈ અજાણી 26 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: