આત્મહત્યા: દાહોદમાં પતિ અને સાસરિયાના ત્રાસથી પરિણીતાએ સાસરીમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ19 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પોલીસે મૃતક મહિલાની લાશને નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી
  • મૃતકના કાકાએ પતિ તેમજ પરિણીતાના સાસરિયા સામે પોલીસ ફરિયાદ કરી

દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે એક ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં ગતરોજ એક પરણિતાએ પોતાના પતિ તેમજ સાસરીયાઓના ત્રાસથી ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે ઘટના સ્થળે દોડી ગયેલ પોલીસે મૃતક મહિલાની લાશ નીચે ઉતારી નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. ત્યારે આ આત્મહત્યા પાછળ અનેક તર્ક વિતર્કોએ પણ જન્મ લીધો છે.

પોલીસે તમામ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે સાંસીવાડમાં રહેતી રોશની સાંસીને તેના પતિ સાવન સાંસી સાસરી પક્ષના રાકેશ સાંસી, મનીષા સાંસી, ધીરજ સાંસી, અશોક સાંસી અને ભોલો સાંસી રોશની સાથે અવાર નવાર ઝઘડો, તકરાર શારિરીક અને માનસીક ત્રાસ આપતાં હતા. જેમાં ત્રાસ વધતા રોશનીએ પોતાની સાસરીમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતુ. જેમાં રોશનીના કાકા રાજેશ સીસોદીયા (રહે. દેલસર, પણદા ફળિયુ, તા.જિ. દાહોદ) ઉપરોક્ત રોશનીના પતિ તથા સાસરી પક્ષાના લોકો વિરૂદ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: