આઠ માસ અગાઉના અકસ્માતના નિકાલ મામલે યુવાનનું વાંસિયાડુંગરીથી અપહરણ

લીલીઆંબા ગામના યુવકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો

  • Dahod - આઠ માસ અગાઉના અકસ્માતના નિકાલ મામલે યુવાનનું વાંસિયાડુંગરીથી અપહરણ

    ધાનપુર તાલુકાના નવાનગરના બાટણફળિયાના મનીષભાઈના પિતા રમેશભાઈ મોહનીયા આઠેક માસ અગાઉ રેંકડામાં પેસેંજર ભરીને ગાગરડીથી મંડોર જઈ રહ્યા હતા. ત્યારે ભરસડામાં બીજા છકડા ચાલકે પાછળથી ટક્કર મારતા તેમાં બેઠેલા લીલી આંબાના તેરસિગભાઈનું મોત નીપજ્યું હતું અને તે છકડા ચાલક વિરુદ્ધ ગરબાડા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મરણ જનારના પરિવારને યોગ્ય મદદ પણ કરવામાં આવી હતી પરંતુ ગત રોજ પોતાના પિતાનો જીજે ૧૭ ટીટી ૨૬૩૩ને છકડો મનીષભાઈ દાહોદથી પેસેન્જરો લઈને ગાગરડીથી કાકડખીલા જતો હતો. વાસિયાડુંગરી ઉભો હતો ત્યારે લીલી આંબા ગામના રાયચંદ પારસિંગ પલાસ, સજય તેરસીગ પલાસ, મલીય નાના પલાસ અને નાનજી કાનજી રહે તમામ લીલીઆબાના આવીને મનીષભાઈને એક દમ ગાળો બોલતા આવીને તમોએ અમારા માણસ મારી નાખેલ છે અને તેનો તમે નિકાલ કરતા નથી, તને આજે જીવતો છોડવાના નથી તેમ કહીને મનીષભાઈનું અપરણ કરીને ગામના સંજય તેરસીગના ઘરે લઇ ગયા હતા. મનીષભાઈ પોતાના ફોનથી પિતાને ફોન કરતા તેના પિતા રમેશભાઈએ ધાનપુર પોલીસને જાણ કરતા પોલીસ તેના ઘરે જઈને મનીષને છોડાવ્યો હતો. મોડી રાત્રે ઉપરોક્ત ચારેય ઈસમો વિરુદ્ધ મનીષભાઈ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: