આજ રોજ સવારમાં દાહોદ જીલ્લાના દાહોદ, ઝાલોદ, સંજેલી, ફતેપુરા તાલુકામાં ધુમ્મસ નું સામ્રાજ્ય ફેલાયુ

 

 Keyur parmar Dahod

આજ રોજ સવારમાં દાહોદ જીલ્લાના દાહોદ, ઝાલોદ, સંજેલી, ફતેપુરા તાલુકામાં ધુમ્મસ નું સામ્રાજ્ય ફેલાયુ
આજ રોજ સવારમાં દાહોદ જીલ્લાના દાહોદ, ઝાલોદ, સંજેલી,  ફતેપુરા તાલુકામાં ઘેરા ધુમ્મસના કારણે સવારમાં અંદાજે 08:30 કલાક સુધી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. દાહોદ શહેર થી લઈને મીરાખેડી, લીમડી, વરોડ, સાંપોઇ, સંજેલી ક્રોસિંગ, કદવાલ, સંજેલી, સુખસર, ફતેપુરા જેવા અનેક શહેરોમાં ધુમ્મસને પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતુ. ધુમ્મસને કારણે ઝાલોદ તાલુકાના લીમડી થી અંદાજે 5 કી. મી. દૂર વરોડ અને સાંપોઇ ગામ વચ્ચે બસ નંબર GJ-18 Y-9540 દાહોદ – વિસનગર બસના ડ્રાઈવરને ધુમ્મસના કારણે આગળનો રસ્તો ના દેખાતા રસ્તા ઉપર થી સાઇડમાં ઉતરી ગઇ હતી. નસીબ સંજોગ કોઇ જાનહાની થઇ ન હતી અને તે બસના મુસાફરોને અન્ય બસમાં બેસાડી રવાના કરવામાં આવ્યા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: