આજે મતગણતરી: દાહોદ જિલ્લામાં EVMમાંથી આજે ઉમેદવારોનું ભાવિ ખુલશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ40 મિનિટ પહેલા
- કૉપી લિંક
- દાહોદ પાલિકા સાથે કયા પક્ષનું શાસન આવશે તેની અટકળો ચાલી
- ચૂંટણીના પરિણામ બાદ કોની કોની રાજકીય કારકિર્દી પૂરી થશેની ચર્ચા
દાહોદ જિલ્લામાં નગરપાલિકા, તાલુકા અને જિલ્લાની ચૂંટણી માટે રવિવારે મતદાન સંપન્ન થયા બાદ મોડી રાત સુધી અને સોમવારે પણ દિવસભર રાજકીય પંડિતોએ કયા પક્ષને કેટલી બેઠકો મળશે? કયા મહારથીઓ જીતશે કે હારશે? કોની કોની રાજકીય કારકિર્દી પુરી થઈ જશે વગેરે ગણતરીઓ માંડી હતી.
દાહોદ જિલ્લામાં નવ તાલુકા પંચાયતની 233, જિલ્લા પંચાયતની 50 અને દાહોદ નગરપાલિકાની 35 બેઠકો માટેની રવિવારે ચૂંટણી યોજાયા બાદ મંગળવારના રોજ મતગણતરી યોજાનાર છે. આ વખતે ભાજપ મોવડી મંડળ દ્વારા ટિકિટોની ફાળવણી બાદ ઘણા લોકોમાં અસંતોષની લાગણી જોવા મળી હતી. જેથી સંનિષ્ઠ ભાજપી કહેવાય તેવા અનેક લોકોએ પોતાના વર્ષો જૂના પક્ષને છોડીને કોંગ્રેસ પક્ષે કે અપક્ષ તરીકે ઝંપલાવીને ઉમેદવારી કરી હતી.
જેને લઈને એમ મનાતું હતું કે આ વખતે સતત 1995થી ભાજપ શાસિત પાલિકામાં કોંગ્રેસ કે અપક્ષની સરકાર બનવા પામશે. પરંતુ દાહોદ પાલિકાની ચૂંટણી પૂર્વે જ છ મહાનગરપાલિકાઓમાં ભાજપને ભવ્ય બહુમતી મળી અને તે દિવસે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દાહોદની મુલાકાતે આવ્યા તો બાદમાં રાજ્યના ગૃહમંત્રી અને દાહોદ પ્રભારી પ્રદિપસિંહ જાડેજા અને અમિતભાઈ ઠાકર સહિતના અગ્રણીઓ દ્વારા પણ જે તે વોર્ડમાં બળવાખોર ઉમેદવારો અને મતદારો સાથે બેઠકોનો દોર ચાલ્યો જેને લઇને જે તે વોર્ડમાં મતદારોના માનસનું પરિવર્તન આવતા સમીકરણો પુન: બદલાતા હવે ભાજપને પુન: બહુમતી મળશે તેવી લોકચર્ચાઓ જન્મી છે.
દાહોદ પાલિકા સાથે તાલુકા અને જિલ્લાની બેઠકો ઉપર ચુંટણી લડનાર પોતાની જીત થશે જ તેવો વિશ્વાસ ધરાવતા ઉમેદવારો દ્વારા પોતાની સંભવિત વિજયયાત્રા માટે ઢોલ-નગારા, ફટાકડા, અબીલ-ગુલાલ કે ટ્રેક્ટર, જીપ વગેરેની તૈયારીઓ પણ કરી દેવાઈ છે.
કેટલાંક વોર્ડના સમીકરણ બદલાય તેવી સંભાવના
દાહોદ શહેરમાં ભાજપની ટિકિટ નહીં મળતા કાઈદ ચુનાવાલા, યુસુફ રાણાપુરવાલા, પુષ્પાબેન ઠાકુર, સતિષ પરમાર, અરવિંદ ચોપડા, વિદ્યાબેન મોઢીયાએ અપક્ષ કે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે. ત્યારે જે તે વોર્ડના સમીકરણો બદલાય તેવી સંભાવના છે.
દાહોદ શહેરના મધ્યમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી યોજાશે
દાહોદ શહેરના મધ્યમાં આવેલ સરકારી ટેકનીકલ સ્કૂલમાં દાહોદ પાલિકાની 35 બેઠકો માટેની મતગણતરી સવારે 8 વાગ્યાથી યોજાશે. 35 બેઠકો માટે 129 ઉમેદવારો મેદાનમાં છે. મતગણતરી ટાણે કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા મત ગણતરી સ્થળ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની ટકાવારીની યાદીની વિગત
દાહોદ તાલુકા પંચાયત : 63.30%,
દાહોદ જિલ્લા પંચાયત : 63.45%
સંજેલી તાલુકા પંચાયત : 63.25%
સંજેલી જિલ્લા પંચાયત : 63.25%
શિંગવડ તાલુકા પંચાયત : 63.02%
શિંગવડ જિલ્લા પંચાયત : 66.05%
દે. બારીયા તાલુકા પંચાયત : 62.30%
દે. બારીયા જિલ્લા પંચાયત : 62.30%
ગરબાડા તાલુકા પંચાયત : 56.41%
ગરબાડા જિલ્લા પંચાયત : 56.41%
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed