આગ: ​​​​​​​ફતેપુરાના હિંગલામાં મહામહેનતે પકવેલું અનાજ આગમાં હોમાઇ જતાં ગરીબ પરિવાર પર આફત આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • મકાઇ,ડાંગર,ચણા સાથે પશુઓનું ઘાસ પણ બળી ગયું

ફતેપુરા તાલુકાના હિંગલા ગામમાં રહેણાંક મકાનમાં આગ લાગતા પાકેલુ અનાજ અને ઘરવખરી બળીને ખાખ થઇ જતાં ગરીબ ખેડૂતને વ્યાપક નુક્સાન થયુ છે.ઘરમાલિક એક તરફ મજૂરીએ ગયા હતા ત્યારે જ બનેલી દુર્ઘટનાને કારણે પરિવાર દુખી થઇ ગયો છે.

ફતેપુરા તાલુકાના હિંગલાના કાચલા ફળિયામાં રહેતાં સળિયાભાઇ ટીટાભાઇ કામોળ ખેતીવાડી તેમજ છુટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.તેઓ હાલ પુત્ર ચંદુભાઇ તથા પુત્રવધુ સાથે બહારગામ મજૂરીએ ગયેલા છે.જેથી તેમના પત્ની અને પુત્રી જ ઘરે છે.તેવા સમયે બપોરે અઢી વાગ્યાના અરસામાં તેમના મકાનમાં એકાએક જ આગ ફાટી નીકળી હતી.નળિયા તેમજ પતરાં વાળા મકાનમાં આગની જ્વાળાઓ દેખાતાં માતા પુત્રીએ બૂમાબૂમ કરી હતી.જેથી સ્થાનિકોએ દોડી આવી આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ કાબુમાં ન આવતાં ઝાલોદ પાલિકામાં ફાયર વિભાગને જામ કરવી પડી હતી.

પાકેલું અનાજ બળીને ખાખ થઇ ગયુ ઝાલોદથી ફાયર ફાઇટર આવે ત્યાં સુધીમાં હાલમાં પાકેલી મકાઇ અને ડાંગર બળીને ખાખ થઇ ગઇ હતી.ઉપરાંત ખળામાં મુકેલો ચણાનો પાક પણ ખાખ તઇ ગયો હતો.આટલું ઓછુ હોય તોમ પશુઓને ખવડાવવા માટેે સંગ્રહ કરેલુ ઘાસ પણ આગમાં હોમાઇ ગયુ હતુ.આમ બે ઘરમાંથી સરસામાન અને કાચા સોના જેવુ અનાજ ભસ્મ થઇ જતાં ગરીબ પરિવારને વ્યાપક આર્થિક નુક્સાન થયુ છે.

પશુઓને બચાવી લેવાયા એક તરફ પાસે પાસે આવેલા બે મકાનોને આગે લપેટમાં લઇ લીધા હતા અને તેમાં હતુ તેટલુ બધું જ નષ્ટ થઇ ગયુ હતુ પરંતુ પશુધનને બચાવી લેવાયું હતુ.સ્થાનિકોએ બાંધેલા પશુઓના દોરડા કાપીને પશુઓને છુટા કરી દેતાં અબોલ પશુઓ આગથી બચી શક્યા હતા.તે દરમિયાન જ ફાયર ફાયટરો આવી પહોંચતા છેવટે આગને કાબુમાં લેવામાં આવી હતી પરંતુ સમય વધારે થઇ જતાં ગરીબોએ હતુ તેટલું બધું જ ગુમાવી દીધુ છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: