આગ: ​​​​​​​દાહોદના દેવગઢ બારીઆની જનરલ હોસ્પિટલના દવાના સ્ટોરમાં આગ લાગતા અફરાતફરી, દવાના જથ્થાને નુકસાન

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • A Fire Broke Out In The Drug Store Of Devgarh Baria General Hospital In Dahod, Causing Damage To The Quantity Of Medicine.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • કેટલોક જથ્થો આગમાં બળી ગયો, કેટલોક જથ્થો પલળી ગયો

દેવગઢ બારીઆની જનરલ હોસ્પિટલમાં દવાના સ્ટોર રૂમમાં આકસ્મિક આગ લાગતાં અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આગને પગલે દવાઓ બળી ગઈ છે. ત્યારે હાલની કોરોના મહામારીના સમયે આ આગની ઘટના ગંભીર માનવામા આવી રહી છે.

હાલ એક તરફ કોરોના મહામારી અને બીજી તરફ દર્દીઓ એક દવાખાનેથી બીજા દવાખાને સારવાર માટે ધક્કા ખાઈ રહી છે. હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ સિવાય અન્ય દર્દીઓનો પણ રાફડો ફાટી રહ્યો છે. બેડની વ્યવસ્થા નથી તો ઘણા દર્દીઓને સારવાર સમયસર ન મળતાં મોતને પણ ભેટી રહ્યાં હોવાની બુમો ઉઠી રહી છે. તેમાંય દવાઓની દર્દીઓને ખાસ જરૂર પડી રહી છે. આવા સમયે જ દેવગઢ બારીઆ નગરમાં આવેલ જનરલ હોસ્પિટલના દવાના એક સ્ટોર રૂમમાં બારીના ભાગે આજરોજ આકસ્મિત આગ લાગતાં દોડ ધામ મચી ગઈ હતી.

આગને કારણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ તેમજ પરિવારજનોના જીવ પણ તાળવે ચોંટી ગયાં હતાં. તાત્કાલિક દવાખાનામાં ફરજ બજાવતાં કર્મચારીઓ દ્વારા સૌ પ્રથમ હોસ્પિટલમાં મુકવામાં આવેલ ફાયર સેફ્ટીની મદદથી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યાે હતો અને થોડીવારમાં પાલિકાની ફાયર ફાઈટર પણ આવી પહોંચ્યા હતા.દવાખાનાના સ્ટોર માં પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં અડધી દવાઓ બળી ગઈ હતી.ત્યારે પાણીનો મારો ચલાવતાં પાણીમાં પલળી જવાથી ઘણી દવાઓ બગડી ગઈ હતીં. આમ, આજની આ ઘટનાને પગલે અનેક નગરજનોમાં અનેક તર્ક વિતર્કાે પણ વહેતાં થવા પામ્યાં છે. ત્યારે આગનું સાચુ કારણ હાલ જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: