આગ: લીમખેડા તાલુકાના કુંડલી ગામે મકાનમાં આકસ્મિક આગ લાગતા ઘરવખરી બળીને ખાખ, મકાન માલિકને લાખોનું નુકશાન
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- આગ લાગતાં મકાઇ, ઘઉં, ચણા, ડાંગર સહિત સર્વસ્વ આગમાં બળી ગયું
લીમખેડા તાલુકાના કુંડલી ગામે એક મકાનમાં આકસ્મિક આગ લાગતા ઘરવખરી બળીને ખાક થઈ ગઇ હતી. લીમખેડા તાલુકાના કુંડલી ગામે રોડ ફળિયામાં રહેતા ચૌહાણ નટવરભાઈ દામા ભાઈના મકાનમાં આકસ્મિક આગ લાગતા મકાન બળીને ખાખ થઇ ગયું હતું. મકાન બળીને ખાખ થઇ જતા મકાઈ ઘઉં ચણા ડાંગર સોના-ચાંદીના દાગીના સહિત ઘરવખરી સામાન કપડા લગતા પરિવારનું સર્વસ્વ આગમાં બળી જવા પામ્યું હતું.
દેવગઢબારીયાથી ફાયર બ્રિગેડના જવાનો પણ કુંડલી ગામે દોડી આવ્યા હતા પરંતુ રસ્તાના અગવડતાના કારણે ફાયર બ્રિગેડના જવાનો ત્યાં પહોંચી શક્યા નહોતા આસપાસના લોકો આગ હોલવવા માટે દોડી આવી મોટર ચાલુ કરી આગ બુઝાવવાના પ્રયાસ કર્યા હતા.
આ ઘટનાની જાણ લીમખેડા તાલુકા વિકાસ અધિકારી એફવી બારીયા તેમજ તાલુકા પંચાયત સભ્ય રાધાબેન કિરણ બારીયા જિલ્લા સભ્ય રમીલાબેન રાવત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી એફ વી બારીયા તેમજ તલાટી કમ મંત્રી હંસાબેન બારીયાએ જરૂરી પંચકયાસ કરી આગમાં અસરગ્રસ્ત પરિવારને વહેલી તકે સહાય મળે તે માટેની તાજવીજ હાથ ધરવામાં આવી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed