આગ લાગી: ઘરમાં આગ લાગતા ઘરવખરી સહિત પુત્રીને આપવાનું કરિયાવર બળીને ખાખ થયું, પિતા પર જાણે આભ તૂટી પડયું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક

- દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામે એક મકાનમાં આગ લાગી રાજ્યકક્ષાના મંત્રીએ ઘટના સ્થળે આવી રૂ.10,000 ની આર્થિક સહાય આપી
દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામે એક મકાનમાં આકસ્મિક આગ લાગતા ઘરવખરી સામાન સહિત પુત્રીને આપવાનું કરિયાવર પણ બળીને ખાખ થઈ ગયુ હતુ. તેથી પુત્રીના પિતા ઉપર જાણે આભ તૂટી પડયું છે. ત્યારે સ્થાનિક રાજ્યકક્ષાના મંત્રી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.
ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા તો જોત જોતામાં ઘરવખરી બળીને ખાખ થઈ
દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામના પટેલ ફળિયામાં રહેતા અમરસિંહ ધીરુભાઈ પટેલના ઘરે સાંજના સમયે ઘરમાં એકાએક આગ લાગતાં ઘરના સભ્યો કંઈક વિચારે તે પહેલાં જ જાણે ક્ષણ ભરમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. ઘર આગની લપેટમાં આવી જતા આસપાસના લોકો આગ બુઝાવવા માટે દોડી આવ્યા હતા. ત્યારે આગ બેકાબૂ બનતા બનાવની જાણ દેવગઢ બારિયા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા તો જોત જોતામાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઇ હતી.
જિંદગીભરની કમાણી એક જ પળમાં બળીને ખાખ થઇ
તેમજ ઘરમાં પુત્રીના લગ્ન હોવાથી તે પુત્રીને આપવા માટે મુકેલા કરિયાવર, દર દાગીના કપડાં સહિત બાઈક બળીને ખાક થઈ ગઈ હતી. ત્યારે આ બનાવથી જે પુત્રીના લગ્નની તૈયારીઓ ચાલતી હતી ત્યાં જ આકસ્મિક ઘરમાં આગ લાગતા જાણે જિંદગીભરની કમાણી એક જ પળમાં બળીને ખાખ થઇ જતા આ પરિવાર ઉપર જાણે આભ તૂટી પડયું હોય તેમ છે. ત્યારે આ બનાવની જાણ સ્થાનિક રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડને થતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતાં. અને મકાનમાલિક અમરસિંહભાઈ પટેલને તાત્કાલિક 10,000 રૂપિયાની આર્થિક સહાય કરી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More


Comments are Closed