આગ: ફતેપુરાના સુખસરમાં મકાનમાં આગ લાગતા ગાય દાઝી, લોકોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • તાત્કાલિક પશુ સારવાર કેન્દ્રમાંથી કર્મચારીએ આવી ગાયની સારવાર કરી મકાન ખાલી હોવાથી કોઇ જાનહાની થઇ નથી

દાહોદના ફતેપુરા તાલુકામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં સુખસરમાં આવેલા પ્રજાપતિ વાસમાં એક મકાનના વાડામાં અકસ્માતે આગ લાગતા વાડામાં બાંધેલી ગાય દાઝી હતી. જેમાં તાત્કાલિક પશુ સારવાર કેન્દ્રમાંથી કર્મચારીએ આવી ગાયની સારવાર કરી હતી.

ફતેપુરા તાલુકાના સુખસરમાં પ્રજાપતિ ફળિયામાં ભુપત પંચાલની વેલ્ડિંગની દુકાન તથા ધર્મેન્દ્ર પંચાલના રહેણાંક મકાનની પાછળ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગી હતી. જેમાં ધર્મેન્દ્ર પંચાલના મકાન પાછળ વાડામાં ધુમાડાના ગોટા નીકળવા લાગ્યા હતા. જેથી આસપાસમાં રહેતા લોકોએ અગનજ્વાળા જોતા અફરાતફરી મચી ગઈ હતી. જ્યારે આગને બુઝાવવા આસપાસથી પાણી લાવી પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવી હતી.

પરંતુ ધર્મેન્દ્ર પંચાલના મકાન પાછળ વાડામાં ગાયો બાંધેલી હતી. જેમાં એક ગાયને અગનજ્વાળાએ લપેટમાં લેતા મોઢા ઉપર તથા પગ અને શરીરે દાઝી ગઈ હતી. જેથી તાત્કાલિક સુખસર પશુ સારવાર કેન્દ્રમાંથી કર્મચારીને બોલાવી સારવાર કરાવવામાં આવી હતી. જ્યારે મકાન માલિક તથા ઘરના સભ્યો આસપાસમાં ગયેલા હતા. જો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત તો ધર્મેન્દ્ર પંચાલનું કાચું મકાન સળગી ગયું હોત તથા ગાયો પણ આગનો ભોગ બની હોત. પરંતુ સદનસીબે સમયસર આગની જવાળાઓ નજરે પડતા આસપાસમાંથી લોકોએ દોડી આવી આગ બુઝાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: