આગ: ઝાલોદ તાલુકાના ખેડામા કટાકડાના ગોડાઉનમા આગ લાગતા અફરા તફરી, સમયસર આગ કાબુમાં લેવાતા જાનહાનિ ટળી

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Rumors Of Fire In Katakada Godown In Kheda Of Zhalod Taluka Spread, Fire Was Brought Under Control In Time And Casualties Were Averted.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • આગ લાગતાં ધાણીની જેમ ફટાકડા ફુટતાં દોડધામ મચી

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખેડા ગામે એક ફટાકડાના ગોડાઉનમાં આજે અચાનક આકસ્મિત આગ ફાટી નીકળી હતી. જેથી આસપાસના લોકોમાં ફફડાટ સાથે દોડધામના દ્રશ્યો સર્જાયા હતાં. આ ફડાટકડાનું ગોડાઉન અને તેજ સ્થળે રહેણાંક મકાન પર હતું જેને પગલે ભય ફેલાયો હતો. સદ્‌નસીબે આ આગમાં કોઈ પ્રકારની જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે.

દાહોદ જિલ્લામાં હાલ આગના આકસ્મિક બનાવો વધી રહ્યાં છે. ત્યારે વધુ એક આગના બનાવને પગલે ગામમાં અફરા તરફીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઝાલોદ તાલુકાના લીમડી નજીક આવેલા ખેડા ગામમાં એક ફટાકડાના ગોડાઉનમાં આકસ્મિત આગ ફાટી નીકળીતમાં ગોડાઉનમાં મુકી રાખેલા ફટાકડાં ધાંણીની માફક ફુટવા લાગ્યાં હતાં અને જેને પગલે આગે વિકરાળ રૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટેગોટાળ આકાશમાં જોવા મળ્યાં હતાં.

લગ્ન ગાળો હોવાથી ફટાકડાનું વેચાણ થતુ હતું

ઘટનાની જાણ તાત્કાલિક નજીકના ફાયર ફાઈટરોને કરતાં ફાયર ફાઈટરના ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ લગ્નસરાની સીઝન ચાલતી હોઈ લગભગ આ ગોડાઉનના માલિક દ્વારા ફટાકડાનું વેચાણ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આવા સમયે ફટાકડાનું વેચાણ કેટલું યોગ્ય અને તે પણ રહેણાંક વિસ્તારોમાં ફટાકડાનું ગોડાઉન રાખવું કેટલું હિતાવહ્‌ છે? તે પણ ચર્ચાનો વિષય બની રહેવા પામ્યો છે. બીજી તરફ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું કહેવાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: