આગ: ઝાલોદમાં MGVCLના ગોડાઉનમા પડેલા વાયરોમાં એકાએક આગ ફાટી નીકળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
ગોડાઉનમા પડેલા વાયરોમાં એકાએક આગ લાગી - Divya Bhaskar

ગોડાઉનમા પડેલા વાયરોમાં એકાએક આગ લાગી

  • ધુમાડાના ગોટે ગોટાથી નગરમા કુતુહલ સાથે ભય
  • ફાયર ફાઈટર સ્થળ પર વીજ પુરવઠો બંધ કરવો પડ્યો

ઝાલોદમાં એમજીવીસીએલની કચેરી પાછળ આવેલા ગોડાઉનમા પડેલા વાયરોમા આજે બપોરે એકાએક આગ ફાટી નીકળી હતી. જેથી ધુમાડાના ગોટે ગોટા ઉઠયા હતા. તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવતા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામા આવી હતી.

ઝાલોદ નગરમા આવેલી એમજીવીસીએલની કચેરી પાછળ જ આ વિભાગનુ ગોડાઉન આવેલુ છે. આ ગોડાઉનમા વીજ વિભાગના વાયરો પડેલા છે. આ વાયરોમા મંગળવારે અચાનક જ આગ ફાટી નીકળી હતી. આગને કારણે ઉઠેલા ધુમાડાના ગોટા ઉઠવા માડતા નગરજનોમા પહેલા કુતુહલ સર્જાયુ હતુ, પરંતુ વીજ કચેરીમા આગ લાગી હોવાની જાણ થતા નગરમા ભય ફેલાઈ ગયો હતો.

તાત્કાલિક ફાયર ફાઈટરને બોલાવી લેવાતા સત્વરે આગ બુઝાવવાની કામગીરી શરુ કરવામા આવી હતી. આગને કારણે કોઈ જાનહાનિ ન થઈ હતી. તેમજ કોઈને ઇજા ન થઇ હોવાનુ જાણવા મળયુ છે. અન્ય કોઇ હોનારત ન થાય તેના માટે વીજ પુરવઠો બંધ કરવામા આવ્યો હતો તેમ આ વિભાગના અધિકારી વી.કે.સોનીએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: