આક્ષેપ: લીમખેડા તાલુકામાં ઇવીએમમાં ગોટાળા હોવાથી બેલેટ પેપરથી ચુંટણી કરાવવા સરકારને કોંગ્રેસનો પડકાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • એસડીએમને આવેદન પત્ર આપી ફરીથી ચુંટણી કરાવવા માંગ કરવામાં આવી
  • લીમખેડા તાલુકા પંચાયતમાં ભાજપે 24 માંતી 23 બેઠકો જીતી લીધી છે

દાહોદ જિલ્લામાં કોંગ્રેસ રીતસર હાંસિયામાં ધકેલાઇ ગઇ છે.જેથી મોટાભાગના કોંગ્રેસીઓ હારનુ ઠીકરું ઇવીએમના માથે ફોડી રહ્યા છે.તે પ્રમાણે લીમખેડામાં ઇવીએમ દુર કરી બેલેટ પેપરથી મતદાન કરાવવા માટે એસડીએમને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ.આવનાર સમયમાં આ માંગણી ઝુંબેશનું સ્વરુપ પણ લઇ શકે છે.

દાહોદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ 26 બેઠક પરથી 6 બેઠકો પર આવી ગઇ છે અને ભાજપા 24 પરથી 43 બેઠકો પર પહોંચી ચુકી છે.તેવી જ રીતે જિલ્લાની ત્રણ તાલુકા પંચાયતો કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી લીધી છે અને જિલ્લામાં 9 તાલુકા પંચાયતોમાં 238 પૈકી 198 પર કમળે કબ્જો જમાવી દીધો છે.જેથી સ્વાભાવિક રીતે જ કોંગ્રેસીઓને આવી કારમી હારથી કળ વળતી નથી.જેથી હવે ઇવીએમ દ્રારા ગેરરિતી કરાતી હોવાનો સૂર ઉઠી રહ્યો છે.

લીમખેડા તાલુકા પંચાયતમાં પમ કોંગ્રેસની ભૂંડી હાર થઇ છે.ભાજપાનો ગઢ ગણાતા આ વિસ્તારમાંથી સાંસદ કેટલાયે વર્ષો સુધી ધારાસબ્ય પદે ચુંટાતા રહ્યા છે અને હાલ તેમના ભાઇ જ ધારાસભ્ય છે.વર્ષોથી લીમખેડા તાલુકા પંચાયતમાં ભાજપાનુ શાસન છે ત્યારે આ વખતે પણ ભાજપે 24 માંતી 23 બેઠકો જીતી લીધી છે.તેના કારણે તાલુકાના કોંગ્રેસીઓ ઇવીએમને કારણે પરાજય થયો હોવાનો આક્ષેપ લગાવી રહ્યા છે.

લીમખેડા તાલુકાના કોંગ્રેસી કાર્યકરો જણાવે છે કે અમારા કાર્યકરો, સગા સંબંધીઓના વોટ ક્યાં ગયા.કોઈ જગ્યાએ 50 કે 100 વોટનો તફાવત બતાવો.તેમ જણાવી બેલેટ પેપરથી ફરીથી ચુંટણી કરવાની માંગ સાથે લીમખેડા તાલુકાના એસડીએમને આવેદન પત્ર સુપરત કર્યુ હતુ.કોંગ્રેસીઓએ રાજ્ય અને કેન્દ્ર સરકારને ખુલ્લો પડકાર ફેંકી બેલેટ પેપરથી ચુંટમી કરાવવાની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: